તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાબાશ નડિયાદ : આ ડર નહિં સંયમ છે જય મહારાજની ભુમી પર બંધનું રિહર્સલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે વડાપ્રધાન દ્વારા જનતા કર્ફ્યુની હાંકલ કરવામાં આવી છે જેને લઈને રવિવારે ઘરમાં રહીને સરકારને કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા માટે સહયોગ આપવા માટે પ્રજા સજ્જ છે. જોકે રવિવારે જીવન જરૂરિયાતની વસ્તુઓ આસાનીથી મળી રહે તે માટે નગરના જ વેપારીઓએ તૈયારી બતાવી છે. શહેરમાં કરિયાણાની દુકાનો બંધ રહેશે પરંતુ દૂધ અને દવાઓ મળી રહેશે.

નડિયાદના શહેરીજનો જનતા કર્ફ્યુ માટે સજ્જ થયા છે, ત્યારે એક વર્ગ જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહેશે કે નહીં તેને લઇને ચિંતા અનુભવી રહ્યો છે, ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા શહેરમાં ફરીને દૂધ - દવા જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ ક્યાં મળી રહેશે તેની તપાસ કરીને વાંચકો માટે નામ - નંબર સાથેની વિગતો આપી રહ્યું છે. ઘરની બહાર ન નીકળી કોરોનાને નિયંત્રિત થવામાં મદદરૂપ થવા સરકાર દ્વારા અપીલ કરાઈ છે. રવિવારે રીક્ષા ચાલકો પણ જોડાવાના છે. શહેરના કરિયાણા સ્ટોર્સ બંધ રહેશે.

કોરોનાની કસોટી

વિશ્વને હંફાવનાર મહામારીને મ્હાત આપવા ચરોતર સજ્જ : વિવિધ સંગઠનો અને સંસ્થાઓ અને લોકો પણ સ્વયંભુ કરફ્યુમાં જોડાશે

મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે

આ જગ્યાએ દૂધ મળી રહેશે


{આનંદ મેડીકલ સ્ટોર : આનંદભાઇ સોની : જૂના ડુમરાલ રોડ : 7567766377

{જે.કે.મેડીકલ : જયેન્દ્રભાઇ મહિડા : યોગી કોમ્પલેક્ષ, બસ સ્ટેન્ડ સામે : 8511133152

{નડિયાદ મેડીકલ : વિકાસભાઇ પટેલ : ડભાણ ભાગોળ 9974231592 0268-2560019

{શ્રીરામ દુગ્ધાલય : સુભાષભાઇ યાદવ : સ્કાયસીટી ફ્લેટ પાસે, માઇ મંદિર રોડ : 9275157357

{અંબિકા દુગ્ધાલય : યોગેશભાઇ પંડિત : દિપક સોસાયટી, વિશ્વકર્મા વાડી પાસે : 9427388717

{વૃજ નંદન ડેરી : વિજયભાઇ યાદવ : ડુમરાલ બજાર : 0268-2565020
અન્ય સમાચારો પણ છે...