તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંને જિલ્લાઓમાં કલમ 144 લાગુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાસ્કર ન્યૂઝ | બોટાદ, અમદાવાદ | સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ તેના 7 જેટલા કેસ પ્રકાશમાં આવતા રાજ્ય સરકાર સતર્ક બની છે. 31મી માર્ચ સુધી તમામ શાળાઓ, થીયેટર્સ, મોલ સહિતની સંસ્થાઓ બંધ કરી દીધી છે. જેના પગલે લોકોમાં ભયનો માહોલ છે. અમદાવાદ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી અમદાવાદ સહિત બોટાદ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે. જેના કારણે 4થી વધુ વ્યક્તિના એકઠાં થવા પર પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે વિરમગામ શહેરમાં દુકાનો ખુલ્લી હોવાથી પોલીસે બળ વાપરી તમામ દુકાનો બંધ કરાવી હતી. જેના પગલે નાગરિકોમાં વસ્તુઓ લેવા માટે દોડધામ મચી ગઇ હતી. ઉપરાંત બોટાદ જિલ્લામાં પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...