તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેસર તાલુકામાં સરપંચ અને તલાટીઓને તકેદારીનાં પગલાં ભરવા આદેશ કરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડેસર તાલુકામાં આવેલા તમામ વિસ્તારોમાં કોરોના વાઈરસની મહામારીને લઈને તાલુકાના મામલતદાર, ટી.ડી.ઓ. દ્વારા તમામ પંચાયતોના સરપંચ અને તલાટીઓને પોતાના ગામોમાં તકેદારીના પગલાં ભરવા ખાસ જાણ કરાઈ હતી. મામલતદારની ટીમ દ્વારા દરેક ગામોમાં લાઉડસ્પીકર પરથી સાવચેત રહેવા અને સહકાર આપવા ખાસ અપીલ કરાઈ હતી.

સમગ્ર વિશ્વ કોરોના વાઈરસની લપેટમાં છે. અને મોટાભાગના દેશો પર તેને પોતાનો અજગર રૂપી ભરડો જમાવ્યોછે. ત્યારે ગુજરાતમાં પણ તકેદારીના ભાગરૂપે મુખ્યમંત્રી દ્વારા ખાસ સચેત રહેવા જણાવ્યું છે. ત્યારે ડેસર તાલુકાની મોટાભાગની પંચાયતો દ્વારા પોતાના ગામોમાં આ કોરોના વાઈરસ પગપેસરો ન કરે તેથી તાકીદ થઈને ઠંડાપીણા, આઈસ્ક્રીમ, ખુલ્લી નાસ્તાની લારીઓ સહિત અનેક ખાણીપીણીની રેકડીઓને સૂચિત કરતી નોટિસ રૂપી જાણ કરીને પોતાના ધંધા બંધ રાખવા સૂચન કર્યું હતું. ત્યારે આજરોજ ડેસર તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીની ટીમ દ્વારા વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશને લઈને સ્વૈચ્છીક જનતા કરફ્યૂ પાળવા માટે ડેસર તાલુકાના કેટલાક ગામોમાં પોતાનું વાહન અને ગાડીમાં લાઉડસ્પીકર લગાડીને જાહેરમાં લોકોને સચેત કર્યા હતા. સાથે સાથે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના જાહેરનામાથી ફોજદારી કલમ 144 લાગુ કરેલી છે. વધુ લોકો ભેગા થાય તેવા સંમેલનો, લગ્નો, મેળા જેવા પ્રસંગો કરવા નહીં અને કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જ્યાં સુધી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ખતરનાક વાઈરસ કોરોનાની તીવ્રતા ઓછી ના થાય ત્યાં સુધી કોઈ મોટા મેળાવડા જેવા કાર્યક્રમો કરવા નહીં તેની સાથે આપની આસપાસના વિસ્તારોમાં કોઈ વિદેશથી કે પરપ્રાંતમાંથી આવતા લોકોને ખાસ નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવો.

ત્યારે ડેસર તાલુકાની તમામ પંચાયતો અને નાના ગામોમાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટેની ઝૂંબેશમાં દરેક નાગર્કો સંપૂર્ણ સહકાર આપી તકેદારી રાખીને આ રોગને નાથવા માટે પ્રજાને સમગ્ર વહીવટી તંત્ર અને તાલુકા વિકાસ અધિકારી ડી.ટી.લાડુમોર, મામલદાર પી.સી.ભગત દ્વારા ડેસર તાલુકાની જનતાને ખાસ અપીલ કરવામાં આવી હતી.

ગામોમાં લાઉડસ્પીકર પરથી સાવચેત રહેવા અને સહકાર આપવા અપીલ કરાઈ

અન્ય સમાચારો પણ છે...