સંખેડાના વકીલે રંગોળી દોરી ઘરની બહાર નહીં નીકળવા સંદેશો આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસની ચેન તોડવા માટે વડાપ્રધાને ઘરમાંથી બહાર નહીં નીકળવા માટેની અપીલ કરી પોતાના ઘરની બહાર લક્ષ્મણ રેખા દોરવા આગ્રહભરી વિનંતી કરી તેને નહીં ઓળંગવા જણાવ્યું હતું. સંખેડા ખાતેના વકીલ છે.પ્રદીપભાઇ ઠાકરે પોતાના ઘરના ઓટલે રંગોળી કરી લક્ષ્મણ રેખા દોરી.

સંખેડા વકીલ મંડળના પ્રમુખ પ્રદીપભાઇ ઠાકરે કોરોના સામે લડવા માટે વડાપ્રધાને પોતાના ઘરની આગળ લક્ષ્મણ રેખા દોરીને ઘરની બહાર નહીં નિકળવાની આગ્રહભરી વિનંતી ભારત દેશના નાગરિકોને કરી છે. 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસની ચેનને તોડવા માટે પોતાના ઘરની અંદર રહેવા અને ઘરની બહાર લક્ષ્મણ રેખા દોરીને તેને નહી ઓળંગવા માટે જણાવ્યું હતું.

_photocaption_પ્રદીપભાઇ ઠાકરે પોતાના ઘરના ઓટલે રંગોળી કરી. }સંજય ભાટિયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...