તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડા જિલ્લાના વાહનચાલકો પાસેથી RTOએ સવા ત્રણ કરોડનો દંડ ખંખેર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના માર્ગોને ધમરોળતાં અને ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં હળવા-ભારે વાહનસવારો પાસેથી ખેડા-નડિયાદ આર.ટી.ઓ.એ કડક હાથે કાર્યવાહી કરીને દંડ ખંખેરી લીધો હતો. જે ગત વર્ષ 2018 માં દોઢેક કરોડ નોંધાયો હતો.

ખેડા જિલ્લાના રાજમાર્ગો ઉપર દિવસભર હજારો હળવા-ભારે વાહનો ધમરોળતાં દોડતાં રહે છે. ત્યારે ખેડાપંથકમાં વાહન અકસ્માતોને ટાળવા અને ટ્રાફિકના કાયદાનો અમલ કરાવવા માટે ગત વર્ષ 2018 અને 2019 દરમિયાન ખેડા આર.ટી.ઓ. અધિકારીઓ તેમજ ટ્રાફિક પોલીસ અધિકારીઓની સંયુક્ત ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. જેમાં જે વાહનસવારો ટ્રાફિકના નિયમો-કાયદાના લીરેલીરા ઉડાડતાં ઝપટે ચડ્યાં હતા. જે મુજબ વર્ષ 2018 અને 2019 માં ખેડા જિલ્લાના વાહનચાલકો પાસેથી આકરો દંડ વસુલ કરાયો હતો.

જેમાં નડિયાદ સ્થિત આર.ટી.ઓ.કચેરીના બાબુઓ દ્વારા ખેડા જિલ્લાના વાહનચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ તેમની પાસેથી વર્ષ 2018 માં દંડ પેટે કુલ રૂ.1,56,63,044 વસુલ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, વર્ષ 2019 દરમિયાન કુલ રૂ.3,26,35,203 ની રકમનો ધીંગો દંડ ખંખેરવામાં આવ્યો હતો.

કાયદાના અમલ બાદ આરટીઓની આવક વધી : વર્ષ 2018 માં રૂ.1.56 કરોડ દંડ વસુલાયો હતો


ઓવર લોડ વાહનો પાસેથી પણ દંડ વસુલાયો

આર.ટી.ઓ.,ખેડા અને ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનો ભંગ કરવા બદલ જિલ્લાના તમામ તાલુકાના માર્ગો પરથી પસાર થતાં વાહનચાલકો પાસેથી હેલ્મેટ, સીટબેલ્ટ, ઓવરલોડ, ઓવર ડાયમેન્શન, હેવી ગુડ્ઝ, ટુ વ્હીલ, થ્રી વ્હીલ-રિક્ષા, છકડો, ટેમ્પો, ટ્રક, બસ વગેરે વાહનોના ચાલકો પાસેથી દંડની વસુલાત કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...