તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવગઢ બારિયામાં ઘરમાંથી રૂા.31440નો દારૂ બિયર જપ્ત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવગઢ બારિયા પી.આઇ. એમ.કે.ચૌધરી તથા સ્ટાફ લોકડાઉન કર્ફ્યુમાં પેટ્રોલીંગમાં નિકળ્યા હતા. ત્યારે કાપડીમાં રહેતી મુમતાજબેન ઇસમાઇલભાઇ કયુમભાઇ રસીદવાલા પોતાના ઘરમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરતી હોવાની બાતમી મળી હતી. જે આધારે પોલીસે મુમતાજબેનના ઘરે રેઇડ કરતાં તે ઘરે હાજર મળી ન હતી.

પોલીસે તપાસ કરતાં મકાનમાંથી રોયલ સિલેક્ટ ડીલક્સ વ્હીસ્કી 750 મી.લી.ના પ્લાસ્ટીકના હોલ 48 નંગ જેની કિંમત 17,520, માઉન્ટ 6000 સુપર સ્ટ્રોગ બીયર 500 મી.લી.ના પતરાના ટીન 72 નંગ જેની કિંમત 7200, કીંગ ફીસર એકસ્ટ્રા સ્ટ્રોંગ બીયર 500 મી.લી. પતારાના ટીન 48 નંગ જેની કિંમત 6720 મળી હોલ તથા બીયરના 168 બોટલ જેની કુલ કિંમત 31440 રૂપિયાનો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...