પાટનગરમાં રહેવાસીઓ વિડીયો કોલથી કોરોના રોગનું માર્ગદર્શન મેળવી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લઇને તકેદારી માટે મહાપાલિકા વિસ્તારમાં જનતાને કોરોના વાયરસ રોગ વિશે વિડીયોકોલ મારફત ઓનલાઇન માર્ગદર્શન અપાશે. તેના માટે વોટ્સએપ મોબાઇલ નંબર 81418 00751 તારીખ 28મી માર્ચથી કાર્યરત કરી દેવાયો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી સી દવેએ જણાવ્યું કે આ મોબાઇલ નંબર ઉપર વિડિયો કોલ કરીને ગાંધીનગરની જનતા કોરોના વાયરસ રોગ વિશે માર્ગદર્શન મેળવી શકશે. ડીએમસીએ કહ્યું કે 310 ઘરની મુલાકાત લઇને લારીઓ પહોંચી કે નહીં તેની તપાસ પણ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું છે કે, ગાંધીનગર મહાનગરપાલિકા ઓફિસમાં આઇસીસીસી કંટ્રોલરૂમમાં તબીબોની ટીમ સવારના 9થી બપોરના 1 કલાક સુધી ઉપલબ્ઘ રહેશે. આ સુવિધા ફકત અને ફકત કોરોના વાયરસ રોગ અંગેના માર્ગદર્શન માટે જ છે, અન્ય કોઇ રોગ સંબધી માર્ગદર્શન મળી શકશે નહી. વોર્ડ 1માં 16, વોર્ડ 2માં 18, વોર્ડ 3માં 19, વોર્ડ 4માં 18, વોર્ડ 5માં 22, વોર્ડ 6માં 21, વોર્ડ 7માં 15 અને વોર્ડ 8માં 16 મળીને કુલ 145 શાકભાજીની લારીઓ ફેરવવામાં આવી હતી.

નિરાધાર અને નિ:સહાય વડિલોને ભોજન આપવામાં આવ્યું

મહાપાલિકા વિસ્તારમાં 150 જેટલા નિ:સહાય, વૃધ્ધ વડીલો અને નિરાધાર વ્યક્તિઓને ધેરબેઠા વિના મૂલ્ય ગરમ ભોજન પુરુ પાડવામાં આવ્યું છે. અને રાત્રિનું ભોજનમાં ગુરુદ્વારા, સેકટર 30 દ્વારા અંદાજીત ૧૫૦ લોકોને ગરમ ભોજન પુરું પાડવામાં આવનાર છે.

શનિવારે વધુ 397 વ્યક્તિને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં

મહાપાલિકા વિસ્તારમાં શનિવારે વધુ 397 વ્યક્તિને હોમ ક્વોરન્ટીન કરાયા હતાં. નોંધવું રહેશે કે આઇસોલેટ ક્વોરન્ટીન માટે યુથ હોસ્ટેલ, સેકટર 16, સ્ટાફ ટ્રેનીંગ કોલેજ, સેકટર 17 અને લગ્નવાડી સેકટર 28 એમ ત્રણ જગ્યાએ સુવિધા ઉભી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...