તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંગડમાં 30 ફૂટ ઉંડા કૂવામાં પડેલા પાડાનો 18 કલાક બાદ બચાવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફતેપુરા તાલુકાના વાંગડ ગામે રાત્રીના સમયે કુવામાં અચાન પાડો પડી ગયો હતો. વહેલી સવારે પાડો પડવાની જાણ થતાં તેને ક્રેનની મદદથી 18 કલાક બાદ હેમ ખેમ બહાર કઢાયો હતો. પાડો સ્વસ્થ બહાર નિકળતા તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફતેપુરા તાલુકાનાના વાંગડ ગામે રાત્રીના સમયે અચાન કુવામાં પાડો પડી ગયો હતો. નવિન કુવો કાઢવાની કામગીરી ચાલતી હોવાથી કુવા પર બોડર બાંધેલી ન હોવાથી આ ઘટના સર્જાઇ હતી. વહેલી સવારે ગામ લોકોને ખબર પડતા પાડાને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ અંદાજે 600 કીલો જેટલા ભારે ભરખમ પાડાને 30 ફુટ કરતા પણ વધારે ઉંડા કુવા માંથી ખેંચીને કાઢવા મુશ્કેલ હતું. આખરે ગામના સરપંચ, તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ, તાલુકા પંચાયત સભ્ય અને જીલ્લા પંચાયતના પ્રમુખે તંત્રને જાણ કરતા પશુ આરોગ્ય વિભાગ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ક્રેન બોલાવી કુવામાં માણસો ઉતારી પાડાને ચારે તરફ રસ્સા બાંધીને ક્રેઇનથી ખેંચીને હેમખેમ બહાર કઢાયો હતો.

વિભાગના અધિકારીઓ બચાવ કામગીરી માટે દોડતા થયા

_photocaption_પાંડાને બચાવવાની કામગીરી. }રીતેશ પટેલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...