તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીધામમાં પાલિકા દ્વારા ધાર્મિક સહિતના સ્થળો સેનેટાઇઝ્ડ કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના પગલે સરકારની સૂચના પછી નગરપાલિકા દ્વારા એસટી,મામલતદાર કચેરી, શહેરના રસ્તાઓ, બિલ્ડીંગો , શાક માર્કેટને સેનિટાઇઝેશન કરવામાં આવી રહ્યા છે. આ અભિયાન સંકુલના જુદાજુદા વિસ્તારોના ખૂણે ખૂણે ચલાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ધાર્મિક સ્થાનોને પણ આ કાર્યવાહી હેઠળ આવરી લેવામાં
આવ્યા છે.

નગરપાલિકા દ્વારા અઠવાડિયાથી સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સરકારની સૂચનાના પગલે શરૂ થયેલી કાર્યવાહી ખૂણે ખૂણે, શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચલાવવામાં આવી રહી છે. રોટરીનગર સહિતના વિસ્તારોમાં ચલાવવામાં આવેલી આ ઝુંબેશ પછી ગુરૂદ્વારા સહિતના ધાર્મસ્ક સ્થાનોને પણ આવરી લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. પાલિકાના સેનિટી કમિટીના ચેર પર્સન વિમલેશ શર્મા તથા અન્ય પદાધિકારીઓ પોતપોતાના વોર્ડ વાઇઝ સેનિટાઇઝેશનની કામગીરી વેળા
હાજર રહેશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પાલિકા દ્વારા એસપી કચેરી, મામલતદાર કચેરી, એસટી મથક વગેરે જગ્યાએ સેનિટાઇઝેશન કરવા પત્ર લખવામાં આવ્યો હતો. જો કે, પાછળથી સેનિટાઇઝેશનની કામગીરી નગરપાલિકાએ કરવી પડી હતી. શહેરના બગીચાઓ, ગાંધી માર્કેટ અને શહેરના રસ્તાઓ પર પણ સેનિટાઇઝેશનની કામગીરી
કરવામાં આવી છે.

રોટરી નગર, ગુરુદ્વારા, બિલ્ડીંગ, મામલતદાર કચેરી આવરાયા

અન્ય સમાચારો પણ છે...