ધોળકામાં બાઈક ઉપર પ્રતિબન્ધ, મહિલાઓએ બહાર નીકળવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળકા | ધોળકા તાલુકા વહિવટ તંત્ર એ એવો નિર્ણય કરેલ છે કે તા.27 શનિવારથી ધોળકામાં બાઇક ઉપર પ્રતિબન્ધ મુકવામાં આવેલ છે. સવારે 8થી 11 દરમિયાન માત્ર મહિલાઓ જ ખરીદી માટે બહાર નીકળવું. આ સૂચનાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન આજે ધોળકાના એ.એસ.પી. નિતેશ પાંડેયના નેતૃત્વમાં પ્રોબેસનરી ડીવાયએસપી રીયાઝ સરવૈયા, ટાઉન પીઆઇ એલ.બી.તડવી અને ધોળકા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર મુનિરાબેન વોહરા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી નગરજનોને કોરોના વાયરસથી બચવા શુ કરવું તેની સમજ આપી હતી. તેમજ બાળકો, વૃધો અને ગર્ભવતી મહિલાઓએ વિશેષ કાળજી લેવી પડશે. તમામ લોકો એ ઘરમાં જ રહેવું હિતાવહ છે. પ્રો.ડીવાયએસપી રીયાઝ સરવૈયા એ આ અત્યન્ત ચેપી રોગથી બચવા આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરવું જ પડશે નહિતર લોકોના કોરોના વાયરસ ઘણા ને ભરખી જશે.
અન્ય સમાચારો પણ છે...