તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરગામ એમએમ હાઇસ્કૂલના નવા મકાનના નિર્માણ માટે 20નું દાન પ્રાપ્ત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરગામ ટાઉન ખાતે 110વર્ષથી ચાલતી શૈક્ષણિક સંસ્થા એમ. એમ. હાયસ્કુલનુ મકાન જર્જરિત થતાં શાળાનું આધુનિક મકાનની જરૂરિયાતને પૂરી કરવા સંસ્થાના પ્રમુખ ઈશ્વર ગોવનભાઇ બારી અને સાથી ટ્રસ્ટીઓએ શાળામાં ભણતા ગરીબ મધ્યમ વર્ગના બાળકોને આધુનિક સગવડતા સાથે અનુકૂળ શેક્ષણિક વાતાવરણ મળે તે માટે મકાન બનવાનો સંકલ્પ કર્યો છે.

હાલ મકાનની કામગીરી ચાલી રહી છે. રૂ 1.40 કરોડના ખર્ચે ગ્રાઉન્ડ પ્લસ બે માળવાળા આધુનિક મકાનમાં પિલર લેસ 4000 ફૂટ સંસ્કૃતિક હોલ, સ્માર્ટ ક્લાસ તથા આધુનિક કમ્પુટર લેબ જેવી સુવિધા મળે તે માટે નિર્માણ કાર્ય ચાલુ છે. કમ્પુટરનાં લેબ તથા રમત ગમતની સ્કૂલની જગ્યાનું કમ્પાઉન્ડ કરી અને સરકાર સાધનો અને ટ્રેનિંગ માટે ટ્રેનરો પૂરું પાડનાર છે.જ્યારે લોકભાગીદારીમાં ફર્નીચર માટે કેસેસીનાં ડાયરેક્ટર હમીશ સહાનીએ ફર્નીચરનું કામ ની જાહેરાત કરી છે. જાણીતી ડોમ્સ કંપનીના ડાયરેક્ટર સંતોષભાઈ રવીસીયા તરફથી 20 લાખનું માતબર દાન પ્રાપ્ત થયું છે. ઉદ્યોગપતિઓ તરફથી પણ દાન આવી રહ્યું છે. ઉમરગામના ઘણા ઉદ્યોગપતિઓએ દાનની ખાતરી આપી છે. દાતાઓનો સંસ્થાના પ્રમુખ તથા સેક્રેટરી ઉલ્હાશભાઈ, બંકિમભાઈએ આભાર માન્યો છે.

અન્ય સમાચારો પણ છે...