તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાવલમાં માથાના દુ:ખાવાના બદલે ભુલથી ઝેરી દવા પી જતાં તરૂણનંુ મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલ્યાણપુરના રાવલ ગામે રહેતા તરૂણે માથાના દુ:ખાવાના બદલે ભુલથી ઝેરી દવા લેતા સારવારમાં તેનુ મૃત્યું નિપજયુ હતુ.જયારે જામનગરમાં રોડ ક્રોસ કરતા વૃધ્ધને એકાએક ચકકર આવતા પડી જવાથી માથાના ભાગે ઇજા પહોચતા સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ચોહાણ ફળી વિસ્તારમાં રહેતા લખમણભાઇ ચનાભાઇ મકવાણા (ઉ.વ.17) નામના તરૂણે ગત તા.16ના રોજ માથુ દુ:ખતુ હોવાથી માથાના દુ:ખાવાના બદલે ભુલથી ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પીટલમાં ખસેડાયો હોત.જયાં સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની મૃતકના મોટા ભાઇ રામદેભાઇ ચનાભાઇ મકવાણાએ જાણ કરતા સ્થાનિક પોલીસ ટીમ દોડી ગઇ હતી.

જામનગરની ભાગોળે હાપામાં નવા આવાસ ખાતે રહેતા માધુભાઇ પુરણભાઇ નીખનીક (ઉ.વ.84) નામના વૃધ્ધ ગત તા.12ના રોજ જામનગરમાં ગુલાબનગર નજીક રાજપાર્ક પાસે પગપાળા પસાર થતા રોડ ક્રોસ કરી રહયા હતા જે વેળા એકાએક ચકકર આવતા પડી જતા માથાના ભાગે ઇજા પહોચવાથી સારવાર માટે હોસ્પીટલમાં લઇ જવાયા હતા. જયાં સપ્તાહની સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની જાણ કરાતા સીટી બી પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રવર્તી છે.

અન્ય સમાચારો પણ છે...