રાવલમાં કોરોનાની અફવા ફેલાવનારની ધરપકડ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના સંદર્ભે લોકો ખોટી અફવા ન ફેલાવે તે માટે પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલમાં કોરોના વાયરસ અંગેની ખોટી અફવા ફેલાવી લોકોને ભયભીત કરતા પોલીસે ગુનો નોંધી શખસ વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી આરંભી છે.જિલ્લામાં સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનાર પર પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતા જુદા જુદા બે વ્યક્તિ બહારગામથી આવેલા હોય અને તેઓ હાલ હોમ ક્વોરન્ટાઇલમાં હોવા છતાં આ બંને વ્યક્તિઓ જાહેરમાં ફરી રહ્યા છે,અને કોરોના વાઇરસનો ચેપ ફેલાવી રહ્યા છે તે બાબતની વાતો રાવલમાં રહેતો દિલીપસિંહ રણજીતસિંહ ગોહિલ નામનો શખ્સ ફેલાવી રહ્યો હતો. તેથી આ સંદર્ભે સ્થાનિક તંત્રએ ઉપરોક્ત બંને આસામીઓના ઘરે તપાસ કરતા દિલીપસિંહ ગોહિલની આ વાતો ખોટી સાબિત થઇ હતી.

આમ કોરોના મહામારી સંદર્ભે લોક ડાઉનમાં ખોટી અફવા ફેલાવી, લોકોને ભયભીત કરવા સબબ કલ્યાણપુર પોલીસે દિલીપસિંહ રણજીતસિંહ ગોહિલ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા લોકોમાં ફફાડટ ફેલાઇ જવા પામ્યો છે.

ભય ફેલાવનારાને પોલીસ નહીં છાેડે
અન્ય સમાચારો પણ છે...