તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદિપુર 4-બીમાં કેબલ તોડી નાખતા સેવાઓ બાધીત થતી હોવાની રાવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આદિપુરના 4બી વિસ્તારમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા ટેલીફોનના કેબલ કાપીને લોકો માટે જાણીબુઝીને સમસ્યા પેદા કરવામાં આવી રહ્યાની રાવ ઉઠવા પામી છે. જે સામે પ્રશાસન દરેક ફરિયાદો પર તેનું સમાધાન કરવાની સક્રિયતા દાખવાઈ રહ્યાનો દાવો કરી રહ્યું છે.

4બીમાં રહેતા સ્થાનિકએ જણાવ્યું હતું કે અહિ કેટલાક અસામાજીક તત્વો દ્વારા વારંવાર કેબલ કાપી નાખીને સેવાઓમાં વિક્ષેપ પાડવાનું કાવતરુ કરાઈ રહ્યું છે. ગત એક મહિનાથી વિસ્તારમાં વારંવાર આવી સમસ્યા થઈ છે, જેના કારણે ડબલા મુંગા થઈ જાય છે અને ઈન્ટરનેટ પણ ખોરવાઈ જાય છે. જેને ધ્યાને લઈને આ અંગે તુરંત પગલા લેવાય તેવો સુર ઉઠવા પામ્યો છે. તો આ અંગે લીલાશાહ વિસ્તારમાં તુટેલા ક્નેક્શન જોડતા કર્મીઓએ કામગીરી ચાલુંજ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...