તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાણપુર પોલીસે વોટ્સએપ નંબર જાહેર કર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે રાજ્યભરમાં ‘‘લોક ડાઉન’’ જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા ‘લોક ડાઉન’નો ચુસ્ત પણે અમલ કરાવવા રાણપુર તાલુકા વિસ્તારમાં વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમા ડી.વાય.એસ.પી ચેતન મુંધવા 9624848999, પી.આઇ. દિવાન 9427116093, એ.એસ.આઇ.મોરી 9537685324, હેમુભાઇ જમોડ 9574896300, દશરથભાઇ 9924281626, મનસુખભાઇ 9924493601 આ વોટ્સએપ નંબર ઉપર રાણપુર ટાઉન તથા ગ્રામ્ય વિસ્તારમાં કોઇ પણ સ્થળે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ જાહેરમાં ભેગાં થઈને બેઠાં હોય, તો તેવા લોકોના ફોટોગ્રાફસ મોકલી આપવા., હોમહોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ વ્યક્તિ જો બહાર ફરતાં દેખાય તેવા લોકોના ફોટોગ્રાફ્સ મોકલી આપવા, આવશ્યક ચીજવસ્તુ કે ખાદ્યસામગ્રી સિવાયની દુકાનો ક્યાંય ખુલ્લી જોવા મળે તો તેના ફોટોગ્રાફસ આપવા. ફોટોગ્રાફ્સ મોકલનારની વિગતો ગુપ્ત રાખવામાં આવશે, પરંતુ કોઇએ ખોટી માહિતીઓ આપવી નહીં. મોકલવામાં આવેલ ફોટોગ્રાફસ અંગે ચકાસણી કરીને રાણપુર પોલીસ દ્વારા ગુન્હાઓ દાખલ કરવામાં આવશે. આ રીતે લોક ડાઉનનો ભંગ કરી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતા ઇસમોની માહિતી પુરી પાડી કોરોના વાયરસ સામેની લડાઇમાં સક્રિય થઈ સહયોગ આપવા રાણપુર પોલીસ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

જાહેરનામાનો ભંગ કરતાં લોકોને ઝડપી પાડવા

અન્ય સમાચારો પણ છે...