રાણપુર પોલીસે જાહેરનામાનો ભંગ કરતા 2ઇસમની અટકાયત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસ (COVID-19) સંદર્ભે બહારથી આવેલ સસ્પેક્ટેડ માણસો પોતાના ઘરની બહાર કોરોન્ટાઇન નું બોર્ડ નહીં લગાવવા દેતા સરકારી ફરજમાં રૂકાવટ કરી જાહેરનામાનો ભંગ કરતા બે ઇસમોની અટકાયત કરી કોરોન્ટાઇન વિભાગમાં મોકલી દેવામાં આવ્યા અને જાહેરનામાનો ભંગ કરતા ૧૯ ઇસમોની અટકાયત કરી 4 ગુનાઓ દાખલ કરી 87 વાહનો ડીટેઇન કરી રાણપુર
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાણપુર .ડી.વાય.એસ.પી ચેતન મુંધવા, પી.એસ. આઇ એમ.એમ.દિવાન અને સ્ટાફના માણસો તા.26ના રોજ હેલ્થ વિભાગના કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે બહારથી આવેલા શંકાસ્પદ માણસોના ઘરની બહાર કોરોન્ટાઇનનું બોર્ડ લગાવવાની કામગીરી કરતા હતા. એ દરમ્યાન રાણપુર તાલુકાના નાનીવાવડી ગામે સુરેશભાઇ રૂપાભાઇ ચાવડા અને મુકેશભાઇ રૂપાભાઇ ચાવડા બન્ને જણાએ તેઓની ફરજમાં રૂકાવટ કરી ગાળો બોલી એટ્રોસિટી ની ફરીયાદ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુજરાત સરકાર ના જાહેરનામાનો ભંગ કરી તથા ધી એપેડેમીક ડીસીઝ એક્ટ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ના નિયમ નો ભંગ કરી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરેલ હોવાથી બંને ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી અટકાયત કરી રાણપુર તાલુકા કક્ષાના કોરોન્ટાઇન સેન્ટર મોર્ડન સ્કુલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. આ સિવાય જાહેરનામાનો ભંગ કરતા 19 ઇસમોની અટકાયત કરી IPC કલમ 188 મુજબના 4 ગુનાઓ દાખલ કર્યો હતો અને એમ.વી.એક્ટ 207 મુજબ 87 વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.

19 ઇસમોની અટકાયત, 4 ગુના નોંધી 87 વાહન ડીટેઇન

અન્ય સમાચારો પણ છે...