કવાંટ, બોડેલી, નસવાડી, સંખેડા સહિત છોટાઉદેપુર જિલ્લામાં કરા સાથે વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડભોઇ પંથકમાં ગત મધ્યરાત્રીના અચાનક ગાજવીજ સાથે વરસી પડેલા કમૌસમી વરસાદને લઈ લોકો ચિંતામાં ગરક થઈ જવા પામ્યા હતા. પવનના સુસવાટાથી એમ.જી.વી.સી.એલ.ના જુના કેબલો હાલક ડોલક થતા શોર્ટ સર્કીટને કારણે બળી જવા પામ્યા હતા. જેથી વિજ પુરવઠો ખોરવાઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતાં.

કોરોના વાઇરસને લઈ વડાપ્રધાને દેશમાં લોકડાઉનનો આદેશ આપેલ છે. ત્યારે ખેતરોમાં કાળી મજુરી કરીને ધરતીપુત્રોએ ધાન તૈયાર કરેલ હોય ત્યારે હાલ ઘંઉનો પાક તૈયાર થઈ લહેરાય રહ્યો છે. અને લોક ડાઉનને કારણે હાઇવેસ્ટર કે થ્રેસર કે મજૂરોથી પણ કામ લેવાય તેવી પરિસ્થિતિ જ ન હોય ત્યારે ખેતરોમાં ઘંઉના ઉભા પાકનુ કટીંગ કરી શકાયુ ન હોય તેવા સમયે કમોસમી વરસાદનું વાતાવરણ જામતા ધરતીપુત્રોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી હતી. બુધવારના રોજ પણ બપોરના સામાન્ય છાંટા પડ્યા બાદ વરસાદે પોરો ખાતા બગાડના વિચારની ચિંતા કરતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે ગતરાત્રીમાં ડભોઇ નગર સહીત ગ્રામ્ય વિસ્તારમાં અચાનક ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસી પડેલા કમૌસમી વરસાદને કારણે લોકોના જીવ તાળવે બંધાઇ ગયા હતા. ખેડૂતોની દયનીય સ્થિતિ થવા પામી હતી.

છોટાઉદેપુરમાં સવારે વરસાદી ઝાપટાથી ખાબોચિયા ભરાયા

ભાસ્કર ન્યૂઝ | છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળો થાય છે. જેને લઈને બે દિવસ પહેલા બપોરના સમયે પવન સાથે વરસાદ પડ્યો હતો. તારીખ 27ના રોજ ફરીથી સવારના 6:00 કલાકે વરસાદ થયો હતો.

સવારમાં એકાએક વરસાદ આવતા શાકભાજી વેચનારાઓમાં દોડાદોડ થઈ ગઈ હતી. આકાશમાં બગડેલા વાતાવરણ ને લઈને તડબૂચ, શક્કર ટેટી, ઈંટોના ભઠ્ઠાવાળાઓમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. તારીખ 27ના પડેલા વરસાદનું ઝાપટું જોરદાર થતાં રસ્તાઓ ઉપર પણ ખાબોચિયા ભરાઈ ગયા હતા.

શિનોરમાં મધરાત્રે કમોસમી વરસાદથી ખેતીને નુકસાન

શિનોર | શિનોર પંથકમાં ગતરાત્રે દોઢ વાગે તથા મ‌ળસ્કે 4 વાગ્યાના સુમાર ધોધમાર વરસાદ થયો હતો. ગામમાં દિવેલાના પાકને ભારે નુકસાન થયું હતું. શિનોર તાલુકામાં ગતરાત્રે 1.30 કલાકે અને મળસ્કે 4 વાગે ધોધમાર વરસાદથી નગર બહાર વરસાદી પાણી નીકળી ગયા હતા. પંથકમાં આશરે 10 હજાર વીઘામાં દિવેલાનું વાવેતર થયેલું છે. જેમાં હાલમાં લૉકડાઉનની સ્થિતિમાં ખેડૂતો નાણાં વગર મુંઝાયા છે. જ્યારે આશરે 10 હજાર મનથી વધુ તાલુકાના દિવલાં પલળી ગયા હતા. પંથકમાં કપાસ, તુવેર અને મરચાના પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું. કોરોના વાઇરસના ફેલાવાથી બજારો બંધ હોવાથી ખેતપેદાશો દિવેલા તથા રોકડીયા પાકના વેચાણની સમસ્યા છે.

પાવીજેતપુરમાં વીજળીના કડાકા સાથે એકાએક વરસાદ

પાવી જેતપુર | પાવીજેતપુરમાં ગઈકાલે વાતાવરણમાં પલટો આવીને વાદળછાયું વાતાવરણ થઇ જવા પામ્યું હતું. જ્યારે મધ્યરાત્રીએ બે વાગ્યા પછી એકાએક વીજળીના કડાકા ધડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ જતા જાણે ચોમાસાની પ્રગતિ થતી હતી. નેવા જ નહીં પરંતુ શેરીઓમાંથી પણ પાણી વહી ગયા હતા. ખેતરોમાં જે પાક કાઢવામાં આવ્યા હતા એવા મકાઇ, ડાંગર, ઘઉં, દિવેલાએ બધા જ વરસાદ પડવાના કારણે પલડી જતા ભારે નુકસાન થવા પામ્યું છે. કેટલાક ઇંટોના ભઠ્ઠા વાળાઓને પણ વરસાદ આવતાં નુકસાન થવા પામ્યું છે.ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કોરોના વાઈરસનો કેર ચાલી રહ્યો છે ત્યારે કુદરત પણ માનવીની પરીક્ષાઓ ઉપર પરીક્ષા લઈ રહ્યો છે.

વરસાદથી ધરતીપૂત્રોને રોવાનો વારો આવ્યો છે

ડભોઇ પંથકમાં મધ્યરાત્રીએ ગાજવિજ સાથે વરસી પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને તૈયાર મોલ બરબાદ થઈ જવા પામ્યો છે. ઘંઉ,તુવેર અને કેરીના પાકને નુક્શાન થયેલ છે. હાલ કોઇ જવાબદાર વ્યક્તિ સર્વે કરવા આવેલ નથી. આંબાના વૃક્ષો પરથી વરસાદને કારણે ફૂલ ખરી ગયેલ હોય કેરીનો પાક પણ નિષ્ફળ જવાની ભીંતી સેવાઇ રહી છે. કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોને માથેહાથ દઈ રોવાનો વારો આવ્યો છે. > મુકુન્દભાઇ પટેલ ખેડૂત, વસઇ

ખેતીમાં થયેલા નુકસાનનો સરવે કરવા જણાવી દીધું છે

મોડીરાત્રીએ અચાનક વરસી પડેલા 07 મિમી કમૌસમી વરસાદથી ખેડૂતોને વધુ નુક્શાન થયું હોય તેવું જાણવા મળેલ નથી. છતા ગ્રામ સેવકોને ડભોઇ પંથકમાં અંદાજે 800 એકર ખેત જમીનમાં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોમાંથી મોટાભાગના ખેડૂતોએ ઘઉંના પાકનું કટિંગ કરી નાખેલ છે. જે ખેડૂતોના ખેતરમાં હાલ ઉભો પાક છે. અને કેરીના પાકનું પણ જે કઈ નુક્શાન હોય તેનો સર્વે કરવા જણાવી દીધેલ છે. જો કે વરસાદ માત્ર 07 મી.મી.પડ્યો હોવાથી વધુ નુક્શાનની ભીતી નથી.
> કલ્પેશભાઇ પટેલ, ડભોઇ ખેતીવાડી વિસ્તરણ અધિકારી

નસવાડીમાં CCIએ ખરીદેલા કપાસ સાથે રૂની ગાંસડીઓ પલળી

વાઘોડિયા તાલુકામાં વરસાદે ઘઉંના પાકને જમીનદોસ્ત કરી દીધો

ડભોઇમાં કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન

તેજગઢમાં વીજળીના ચમકારા સાથે વરસાદ

_photocaption_સંખેડા | સંખેડા તાલુકામાં રાત્રી દરમિયાન કરા વર્ષા થઇ હતી. સંખેડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ સાથે કરા વર્ષા થઇ હતી. વરસાદ અને કરા વર્ષાને કારણે ખેતીના પાકો ખાસ કરીને મકાઇ તેમજ તુવેરના પાકોને નુકશાન થયું હતું. કેટલાય વિસ્તારમાં કિચ્ચડ થયું હતું.એક તરફ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન છે અને ત્યારે વરસાદ પડતા ખેડૂતોને પડતા પર પાટુ પડ્યા જેવી સ્થિતિ ઊભી થઇ છે.}સંજય ભાટિયા*photocaption*

_photocaption_નસવાડી | નસવાડી તાલુકામાં મોડી રાતના કમોસમી વરસાદ ભારે પવન અને બરફના કરા સાથે નસવાડીના અનેક ગામડામાં પડ્યો હતો. વરસાદ પડતા મોટા બરફના કરા પડ્યા હતા. અડધી રાત્રે ખેડૂતો ખેતર તરફ ખુલ્લામાં પડેલા પાકને બચાવવા દોડ લગાવી હતી. મોટાભાગના ખેતરોમાં ઘઉંના પાકની કાપણી કરીને મુકાયા હતા. તેમજ તલનો પાક સૌથી વધુ હોય કમોસમી વરસાદમાં તલના પાકના છોડ નમી ગયા હતા. }ઈરફાન લકીવાલા*photocaption*

_photocaption_બોડેલી | બોડેલીમાં મળસ્કે વરસાદ સાથે કરા પડ્યા હતા. લોકો ઊંઘમાં હતા ત્યારે બરફનાં કરાનો અવાજ આવતા લોકો સફાળા જાગી ગયા હતા. બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં કમોસમો વરસાદને લઈને ખેતીને પણ મોટું નુકસાન થયું હતું. ઘઉં, મકાઈ, તુવેર વગેરે પાકને નુકસાન થયું છે. કપાસની જીનોમાં પણ કપાસ અને ગાસડીઓ પલળી ગઇ હતી. ઈંટોનાં ભઠ્ઠામાં પર કાચી ઈંટો કરા અને વરસાદમાં બગડી જતા નુકસાન થયું હતું. }વલ્લભ શાહ*photocaption*

_photocaption_કવાંટ | સમગ્ર દેશમાં કોરોના વાઇરસને લઈ દહેશત ફેલાયેલી છે તેવે વખતે કવાંટ તાલુકામાં વહેલી સવારે 3:30થી 4:00 કલાક સુધી 10 MM વરસાદ કરા સાથે પડવા પામતા નગરમાં સુતેલી પ્રજા પથ્થર મારો થતો હોવાની દહેશતથી સફાળા જાગી ગયા હતા. જ્યારે વરસાદ શરૂ થતાં નગરમાં અંધારપટ છવાઈ ગયો હતો. કમોસમી વરસાદ પડતાં તાલુકાના ખેડૂતોમાં પોતાના પાક ખલાસ થવાની ભીતિ સતાવી રહી છે.}યશવંત ચૌહાણ*photocaption*

_photocaption_છોટાઉદેપુરમાં વરસાદ ચાલુ થતા શાકભાજી વેચનારાઓમાં દોડધામ વધી હતી. } વિવેક રાવલ*photocaption*

_photocaption_નસવાડી | નસવાડી તાલુકામાં પડેલા કમોસમી વરસાદને લઈ નસવાડી સીસીઆઈ દ્વારા ખરીદ કરેલો કપાસનો ઢગલો અને રૂની ગાંસડીઓ પલળી ગઈ હતી. નસવાડી સીસીઆઈ દ્વારા ખરીદ કરેલા કપાસને ખુલ્લામાં મુકેલો હોવાથી તાડપત્રી ઢાંકી ન હતી. જેને લઈ કપાસ નિગમના કર્મચારીના જણાવ્યા મુજબ 32 હજાર ક્વિન્ટલ કપાસ અને 700 નંગ રૂની ગાંસડીઓ પલડી ગઈ હતી સીસીઆઈ કર્મચારી જાતે રોજમદારો સાથે કપાસના આજુબાજુ ભરાઈ રહેલા પાણીનો નિકાલ કરવા કામગીરી કરી હતી. ખુલ્લાં મુકેલા કપાસને પણ નુકસાન થયું હતું.}ઈરફાન લકીવાલા*photocaption*

_photocaption_વાઘોડિયા | વાઘોડિયા તાલુકામાં મધરાત્રે ગાજવીજ સાથે વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતામા વઘારો કર્યો છે. કમોસમી વરસાદે ઘઉંના ઊભા પાકને જમીનદોસ્ત કરી નાંખ્યો છે. તૈયાર પાક પીળો પડી નષ્ટ થવાના આરે આવ્યો છે. ઘઉં, દિવેલા, મકાઈ, તુવેર, ગવાર જેવા પાકો તૈયાર થઈ પડ્યા છે. તવરા ગામના ખેડૂતનાં માથે આફત આવી છે. બે દિવસ પહેલાં જ અહીં માવઠું થતા ચીંતીત ખેડૂતોએ ઘઉંની કાપણી કરી હતી. પરંતુ રાત્રે અચાનક જ વરસાદ વરસતા કાપેલા ઘઉં ખેતરમાં જ ભીજાઈ જતાં મોં સુધી આવેલો કોળીયો છીનવાઇ ગયો હતો. }પ્રકાશ પટેલ*photocaption*

_photocaption_તેજગઢ પંથકમાં મળસ્કે વીજળી ચમકારા સાથે વરસાદ પડતા વાતાવરણ પલટો જોવા મળ્યો હતો. સવાલના સમયે અચાનક વરસાદ પડતા ખેડૂતોમાં અફરા તફરીનો માહોલ થઇ જવા પામ્યો. વરસાદી જોરદાર ઝાપટાંના કારણે ઠંડકમય વાતાવરણ થયું હતું. } મજીદ ખત્રી*photocaption*
અન્ય સમાચારો પણ છે...