તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલાયા સરપંચ સહિત ગ્રામજનો વિરૂદ્ધ કાર્યવાહી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સલાયાના પરોડિયા ગામે સરપંચ સહિતના ગ્રામજનોએ જહાજ આવતું હોવાનું અને તેમાં વિદેશી લોકો હોવાની વાત ફેલાવી હતી જેના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો જે મામલાની ગંભીરતાના પગલે પોલીસે અફવા ફેલાવનાર સામે ગુનો નોંધ્યો છે.

જહાજમાં વિદેશી લોકો ગામમાં આવતા હોવાનો સ્થાનિક લોકોના આક્ષેપ મુજબની જાહેરાત અપાવી અફવાઓ ફેલાવી લોકો ને ભયભીત કરતા વિસ્તારના લોકોને ભયનો માહોલ ફેલાવતા સરપંચ ભીખાભાઈ તથા ગ્રામજનો વિરૂદ્ધ સલાયા મરીન પોલીસ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તમામ સામે ધ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ની કલમ ૫૪ તથા જિલ્લા કલેક્ટરનો જાહેરનામા ભંગ કરતા સલાયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અફવા ગામમાં ફેલાતા લોકોના ભયનો માહોલ ફેલાઈ ગયો હતો જેના પગલે પોલીસે કાર્યવાહી કરવી પડી હતી.

જહાજમાં વિદેશી આવતા હોવાની અફવા ફેલાવી હતી
અન્ય સમાચારો પણ છે...