લીમખેડામાં 15 બાઈક સવારો વિરુદ્ધ કાર્યવાહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીમખેડા.દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે લીમખેડા તાલુકામાં પણ કરફ્યુની અમલવારી જાહેર કરવામાં આવી છે. લીમખેડા પોલીસ તંત્ર દ્વારા દરેક રાજમાર્ગો ઉપર બેરીકેટ લગાવી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે બે દિવસ અંતર્ગત કરફયુ હોવા છતાં પણ વિનાકારણ લટાર મારવા નીકળેલા 15 જેટલા બાઈક ચાલકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. કોરોના વાયરસ ની બીમારી ફેલાતી અટકાવવા માટે દરેક નાગરિકોએ સરકારી તંત્ર અને સાથ અને સહકાર આપવો જરૂરી બન્યું છે.
અન્ય સમાચારો પણ છે...