તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફતેપુરામાં પાણીના વેળા પર દબાણ કરાતાં ડેપ્યૂટી સરપંચની રજૂઆત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે વર્ષોથી દબાણનો પ્રશ્ન યક્ષ બન્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી પાણીના નિકાલના વેળા પર ગેરકાયદે દબાણ કરાતા ફતેપુરાના ડેપ્યુટી સરપંચે દબાણ દુર કરવા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લૈખિત રજૂઆત કરી છે.

ઝાલોદ રોડ, ધુધસ રોડ તેમજ પાછલા પ્લોટ સહિત ગામના લોકોના ઘરો વરસાદી પાણીનો નિકાલ આ વેળા મારફતે થાય છે. ત્યારે ડબગરવાસમાં 30 ફુટ ખુલ્લા વેળા પર લોકો દ્વારા પાકું આર.સી. સિમેન્ટ કોક્રીન્ટનુ કામ કરી પોત પોતાના મકાનો પાછળ વેળા પર મન ફાવે તેમ દબાણ કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર દબાણ કરાતા ફતેપુરાના ડેપ્યુટી સરપંચ મનોજભાઈ નરેશચંદ્ર કલાલ, સભ્ય કેવલભાઇ જગદીશચદ્ર પંચાલ દ્વારા આ દબાણ ખુલ્લું કરવા માટે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લૈખિતમાં રજુઆત કરાતા તાલુકા વિકાસ અધિકારીએ ફતેપુરાના સરપંચને 30 ફુટના સંપૂર્ણ વેળા પર શરુઆતથી લઇને વેળો પૂર્ણ થાય ત્યાં સુધી કરવામાં આવેલ દબાણ ખુલ્લું કરી રીપોટ કરવા આદેશ કર્યા છે. બીજી તરફ નગરમાં બે ફામ કોન્ટ્રાકટરો પાછલા પ્લોટ, બેંક ઓફ બરોડા, બાલાજી સોસાયટી વિસ્તારના વેળાઓ પર પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. આ દબાણ પણ ખુલ્લ કરવામાં આવતું નથી જ્યારે આ બાબતે જીલ્લા વહીવટી તંત્ર ઉધતુ ઝડપાઇ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...