તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં પ્રદૂષણનું સ્તર ઘટ્યું એરક્વોલિટી ઈન્ડેક્સ 60 થયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉદ્યોગનગરી મોંરબીમાં હાલ લોકડાઉનની સ્થિતિને પગલે તમામ ઉદ્યોગ બંધ છે. ટ્રાન્સપોર્ટ અને અન્ય વાહનો બંધ છે. જેના કારણે મોરબીનાં વાતાવરણ પ્રદુષણનું સ્તર ઘટ્યું છે. સામાન્ય દિવસોમા મોરબીમાં એરક્વોલિટિ ઇન્ડેક્સ 120થી 140 આસપાસ રહે છે તે ઘટીને હાલ 60 પર પહોંચી ગયું છે. આ રીતે જોખમી રજકણો પીએમ.2.5 અને પી.એમ 10નાં સ્તરમાં ઘટાડો થયો છે. મોરબી વાંકાનેરમાં પણ લોકડાઉનને કારણે 1000થી વધુ સીરામીક ફેક્ટરી, ઘડિયાળ, કેમિકલ,પેપરમિલ સહિતના તમામ ઉદ્યોગ બંધ છે તો ટ્રાન્સપોર્ટ ઉધોગ ઠપ થઈ ગયો છે. આ સિવાય પોલીસે વાહનોની અવર જવર બંધ છે. ઉદ્યોગ ધંધો બંધ થવાથી એક તરફ મજુરોને રોજીરોટીનો પ્રશ્ન છે. આગામી દિવસોમાં અર્થતંત્રને પણ ફટકો પડવાની શક્યતા છે. તો બીજી તરફ મોરબીમાં ઉદ્યોગ બંધ થવાને કારણે પ્રદુષણ સ્તરમાં ઘટાડો નોંધાયો છે. મોરબીમાં સામાન્ય દિવસમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 120થી140 જેટલો હોય છે. જે હાલમાં ઘટીને 60 સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત હવામાં રજકણોનું પ્રમાણ ઘટ્યું છે. પીએમ 2.5 નું પ્રમાણ 17, પીએમ 10નું પ્રમાણ ઘટીને 32 ,નાઇટ્રીટ ઓકસાઈડ, સલ્ફર ઓકસાઈડ, કાર્બન ડાયોક્સાઈડ સાહિતનાં જોખમી તત્વનું પ્રમાણ હવામાં ઘટ્યુ છે. લોકડાઉનથી આગામી સમયમાં હજુ પણ ઘટાડો નોંધાઇ શકે છે.

લોકડાઉનની વાતાવરણમાં પોઝિટિવ ઇફેક્ટ

_photocaption_ઉદ્યોગો બંધ થતાં સામાન્ય રીતે 140 આસપાસ રહેતો એરક્વોલિટી ઇન્ડેક્સ ઘટીને 60 થતાં મોરબીનું વાતાવરણ તંદુરસ્ત બન્યું છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...