તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેગામમાં યુવકને પકડવા ભાગતી પોલીસે તેના જ જેવો કેસરી શર્ટ પહેરલા અન્ય યુવક પર પૂછ્યા વગર દંડાવાળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન વચ્ચે દહેગામમાં વિચિત્ર રમૂજી ઘટના બની હતી, જેમાં કેસરી શર્ટ પહેરીને બીનજરૂરી નીકળેલા એક શખ્સે પોલીસ જવાનને દોડાવ્યો હતો. આ શખ્સ તો વળાંકમાં છૂ થઈ ગયો પરંતુ કેસરી શર્ટ પહેરીને ઉભેલો અન્ય યુવકને પોલીસ જવાન ભાગેલો શખ્સ સમજી બેઠો હતો. જેને પોલીસ જવાને તેને ધોઈ નાખ્યો હતો. ઘટના દેહગામના સ્ટેશન રોડ પરની છે જ્યાં કરિયાણાની દૂકાન પાસે એક રીક્ષા ચાલક કેસરી શર્ટ પહેરીને ઉભો હતો. આ સમયે સુવિધાપઠ બાજુથી કેસરી શર્ટ પહેરેલો અન્ય શખ્સ દોડતો આવ્યો હતો. વળાંકમાં આ શખ્સ તો દોડતો નીકળી ગયો હતો પરંતુ કરિયાણાની દુકાન પાસે ઉભો રહેલો રીક્ષા ચાલક પોલીસના હાથમાં આવી ગયો હતો. જેનો કેસરી શર્ટ જોઈને પોલીસ જવાન કઈ પૂછ્યા વગર જ મારવાનું શરૂ કરી દીધું હતું. કરિયાણાની દુકાન ધારકે પોલીસને કહેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ રોષે ભરાયેલા પોલીસ જવાને વાત સાંભળી જ ન હતી.

પોલીસલોકડાઉન વચ્ચે દહેગામમાં વિચિત્ર

લોકડાઉન વચ્ચે રમૂજી કિસ્સો

કરિયાણાની દુકાન પાસે કેસરી શર્ટ પહેરી ઉભા રહેલા રીક્ષા ચાલકને પોલીસે ભાગેલો યુવક સમજી કઈ પૂછ્યા વગર જ મારવાનું શરૂ કરી દીધું હતું.

સુવિધાપઠ બાજુથી કેસરી શર્ટ પહેરેલો અન્ય શખ્સ દોડતો આવ્યો હતો. વળાંકમાં આ શખ્સ તો દોડતો નીકળી ગયો હતો

દેહગામના સ્ટેશન રોડ પરની એક કરિયાણાની દૂકાન પાસે એક રીક્ષા ચાલક કેસરી શર્ટ પહેરીને ઉભો હતો.
અન્ય સમાચારો પણ છે...