તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોઇમાં પોલીસ ડ્રોનથી લોકો પર બાજ નજર રાખશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડભોઇના મુખ્ય બજારો,જાહેર રસ્તાઓ પર જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો તેમજ દેશબંધીનો કડક અમલ દેખાઇ રહ્યો છે. પરંતુ શેરી, મહોલ્લા, ઝુપડપટ્ટી અને સોસાયટીઓના નાકે લોકટોળા ભેગા થતા હોય જાહેરનામા અને દેશબંધીની ઠેકડી ઉડી જતી હોવાથી ડભોઇ પોલીસને પરિસ્થિતિની ગંભીરતા સમજાઇ હોય તેમ આધુનિક પદ્ધતિનો ઉપયોગ જેમ આણંદ, ગોધરા જેવા શહેરોમાં કરાયો તેમ ડભોઇમાં પણ કાયદાનું ચુસ્ત પાલન કરાવવા અને લોકટોળા ભેગા થતા અટકાવવા ડ્રોનનો પ્રયોગ કર્યા બાદ તેનો ઉપયોગ આવતી કાલથી શરૂ કરી દંડનીય કામગીરી અને કડક અમલ કરાવવાનું મન બનાવી લીધેલ હોવાનુ જાણવા મળેલું છે.

ડભોઇમાં પણ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી લોકટોળા ભેગા થતા હોય તેવા વિસ્તારોમાં પોલીસે ત્રાટકવાની તૈયારી સાથે કામગીરી હાથ ધરી હોવાનુ જાણવા મળેલું છે. આમ ડભોઇમાં હવે ડ્રોન કેમેરાના ઉપયોગ દ્વારા શેરી, મહોલ્લા, ઝુપડપટ્ટી અને સોસાયટી વિસ્તારોમાં ફેરવી લોકટોળા ભેગા થતા હોય તેવા વિસ્તારો પર બાજ નજર રાખી જાહેરનામાના અમલ માટે કડક કાર્યવાહી કરવા ટેક્નોલોજીના ઉપયોગ સાથે પ્લાનીંગ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...