તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ-વાપીમાં લૉકડાઉનનો કડક અમલ કરાવવા પોલીસની ડ્રોનથી બાઝનજર ,1 ગુનો દાખલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી

વલસાડ

વલસાડ જિલ્લામાં પ્રથમ વખત પોલીસે ડ્રોનનો ઉપયોગ કરીને CRPCનો ભંગ કરતા લોકોને ઝડપી પાડવા મદદ લેવામાં આવી રહી છેે. ડ્રોનના ફૂટેઝના આધારે એપાર્ટમેન્ટના ટેરેસ પર વોચ ગોઠવવામાં આવી રહી છે. ડ્રોન વડે શહેરમાં ધારા 144નો ભંગ કરતા એક ઈસમ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ સીટી પોલીસે 30 વાહનો ડિટેન કર્યા, 16 ઈસમો સામે ફરિયાદ નોંધી અને વાહન ચાલકો પાસેથી રૂ.4 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે 20 વાહનો ડિટેન કર્યા 5 ઈસમો સામે ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે વાપીમાં પોલીસ દ્વારા 144ની કલમ ભંગ કરવા બાદવલ 44 કેસ નોંધી અટકાયતી પદલા ભરવામાં આવ્યા હતા સાથે જ કેટલાક વાહનો પણ ડિટેઇન કર્યા છે.આમ હવે વલસાડ અને વાપી શહેરમાં પોલીસ લોકડાઉનનો ભંગ કરનારાઓને ડ્રોન કેમેરાની મદદથી પકડી કાર્યવાહી કરી રહી છે.
અન્ય સમાચારો પણ છે...