ક્વોરેન્ટાઇન હોવા છતાં જાહેરમાં બાઇક લઇને ફરતાં પોલીસ ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ તાલુકાના ચકલાસીમાં ક્વોરેન્ટાઇન કરાયેલ વ્યક્તિ બાઇક લઇને બહાર ફરતો હોવાને લઇને ચકલાસી પોલીસ મથકે તેના વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચકલાસીના પારેખ પોળમાં રહેતા ભાવેશભાઇ પૂનમભાઇ વાળંદ 25 દિવસ પહેલાં બેંગ્લોરથી આવ્યા હતા. ભાવેશભાઇને તા.1 માર્ચથી 3 એપ્રિલ સુધીના સમયગાળા સુધી હોમ ક્વોરોન્ટોઇનની સલાહ આપવામાં આવી હતી.

તેમછતાં તેઓ નંબર વગરનું ચોરીનું બાઇક લઇને જાહેરમાં ફરતાં હતા. આ બાબત ચકલાસી પોલીસના ધ્યાને આવતાં તેમના સામે તુરંત જ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હોમ ક્વોરોન્ટાઇન કરાયેલ વ્યક્તિ જાહેરમાં ફરી શકે
નહીં તેમછતાં ભાવેશભાઇ વાળંદ બાઇક લઇને જાહેરમાં ફરી
રહ્યા હતા.

ચકલાસીના યુવકને 3 અેપ્રિલ સુધી હોમ ક્વોરેન્ટાઈનામાં રહેવાનું હતુ

ચકલાસીનો યુવક બેંગ્લોરથી આવ્યા બાદ ક્વોરેન્ટાઇન કરાયા હતા

અન્ય સમાચારો પણ છે...