બોર્ડર પાસ કરવા 2 હજારથી લઇ 500 ઉઘરાવતી પોલીસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ સમગ્ર દેશ લોક ડાઉનની સ્થિતિમાં છે. સરકાર દ્વારા સતત પ્રયાસ થઇ રહ્યા છે કે, લોકો ઘરમાં જ રહે પરંતુ દરેકને તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓ આસાનીથી મળી રહે. બીજી તરફ સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છેકે, નેશનલ હાઇવે નંબર 48 ઉપર મહારાષ્ટ્ર બોર્ડર ઉપર પોલીસ વિભાગ 1થી 2 હજાર લઇને કારને પસાર કરાવી રહી છે.

21 દિવસના લોકડાઉનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેકે, આ કરફ્યૂ જેવી સ્થિતિમાં જીવન જરૂરિયાતની વસ્તુના વહન કરનારા વાહનો કે માણસો, મેડીકલ સ્ટાફ, મીડિયા અને અન્ય ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા વાહનોને અટકાવી શકાશે નહિ. જોકે, લોક ડાઉનને પણ કેટલાક પોલીસ કર્મીઓ રૂપિયા કમાવવા માટેનું સાધન માની રહ્યા છે. વાપીથી પ્રતિદિન 100થી વધુ વાહનો નાશિક અને મહારાષ્ટ્રના અન્ય શહેરમાં શાકભાજી લેવા જતા હોય છે. જોકે, હાલમાં સ્થિતિ એવી છેકે, મહારાષ્ટ્રની બોર્ડર ઉપર શાકભાજી ભરેલા ટેમ્પાને પોલીસ અટકાવી રહી છે. ચાલકો પાસે કાગળિયા હોવા છતાં હેરાનગતિ કરીને ટેમ્પા દીઠ 500 રૂપિયાની પ્રસાદી લેવાય રહી છે. બીજી તરફ શાકભાજી વેપારીના જણાવ્યા મુજબ શાકભાજીની સપ્લાય જો આવતી બંધ થશે તો શોર્ટેજ થવાથી મોટી સમસ્યા ઉદભવી શકે એમ છે. મહારાષ્ટ્ર અને મુંબઇથી આવતા કાર ચાલકોને બોર્ડર ઉપર અટકાવીને પોલીસ કાર દીઠ 1થી 2 હજાર રૂપિયા લઇને ગુજરાતમાં આવવા દે છે. જીવન જરૂરિયાતના માલ સામાન લઇ જતા વાહન ચાલકોને હેરાનગતિ ન કરે એ અતિ આવશ્યક છે.

શાકભાજીના ટેમ્પોને પણ અટકાવાયા હતા

અન્ય સમાચારો પણ છે...