ઝંખવાવ રોડ પર પિકઅપ અડફેટે આધેડનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી ઝંખવાવ રોડ પરથી પસાર થતી બોલેરો પિકઅપ ગાડી નં (GJ-26T-7260)નો ચાલક પૂરઝડપે અને ગફલત રીતે પોતાનું વાહન હંકારી ઘંટોલી ગામની સીમમાં આગળ ઈશ્વરભાઈ દિવાળાભાઈ ચૌધરી (65)ને અડફેટમાં લેતા ઈશ્વરભાઈ ગંભીર રીતે ઘાયલ થઈ જતાં તાત્કાલિક માંડવી સરકારી દવાખાનામાં દાખલ કરાયા હતાં. ત્યાંથી વધુ સારવાર અર્થે બારડોલી ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માંડવી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...