તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાનથી આવેલા લોકોએ હોમ ક્વોરન્ટાઇના સિક્કા ભુંસતા દોડધામ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશ દુનિયામા કોરોના વાયરસની દહેશત ફેલાવા પામી છે. ત્યારે રાજસ્થાનના ભીલવાડમાં કોરોના વાયરસના 25 જેટલા પોઝેટીવ કેસો નોંધાયા છે. રાજસ્થાનમાં મજુરી કરતો વર્ગ ફતેપુરા તાલુકા માદરે વતન પરત ફર્યા છે. આ લોકો પરત ફરતા અને તેમના હાથમા હોમકોરોન્ટાઇન વાળા સિક્કાઓ મારેલા જોવાતા તાલુકાની જનતામા ગભરાટ ફેલાયો હતો. મોટીરેલ અને વટલી ગામે રાજસ્થાનના ભીલવાડાથી પરત ફરેલા અને હાથમા સિક્કા મારેલ લોકો જોવાતા ગામના સરપંચો દ્વારા આરોગ્ય વિભાગને આ બાબતની જાણ કરી હતી. રજુઆત પગલે મોટી રેલ, વટલી ગામે આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસે પહોંચીને આવા લોકોની તપાસ હાથ ધરી હતી. મોટીરેલમાં મળી આવેલા લોકોના હાથ ઉપર મારેલા સિક્કા ભુંસેલા જોવા મળ્યા હતાં. પુછપરછ કરતાં બાંસવાડાની બોર્ડર ક્રોસ કરતાં પોલીસે તેમના હાથ ઉપર સિક્કા માર્યા હોવાની કેફિયત રજૂ કરી હતી. આરોગ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમામની તપાસ કરવામાં આવતાં તેઓ સ્વસ્થ જણાયા હતાં. જોકે, તેમને હોમકોરોન્ટાઇન કર્યા હતાં. વટલી ગામમાં આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમ પહોંચતાં ભયભિત બનીને ભીલવાડાથી આવેલા લોકો નાસી છુટ્યા હતાં. તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

બોર્ડર ક્રોસ કરતાં પોલીસે સિક્કા માર્યાની કેફિયત રજૂ કરી

તમામ સ્વસ્થ પરંતુ શંકાથી હોમ ક્વોરન્ટાઇન કરાયા

ફતેપુરાના મોટી રેલ અને વટલીના 15 લોકોની ચર્ચા

ગામમાં ફરતાં દેખાતા જાણ કરી

મારા ગામમાં રાજસ્થાનથી આવેલા અને હાથમા સિક્કા મારેલ ફરતાં લોકોની મને જાણ થતા મે ગામના સરપંચ તરીકે આ લોકોની તપાસ માટે મે બલૈયા આરોગ્ય અધિકારીને જાણ કરી હતી અને આરોગ્ય વિભાગે આ બાબતે તપાસ પણ હાથ ધરી છે. >જાલાભાઇ કટારા, સરપંચ મોટીરેલ

તમામને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે

મોટી રેલ અને વટલી ગામે રાજસ્થાનથી લોકો આવેલા હોવા ની ફરિયાદ મળતા આ લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે રાજસ્થાનની બાંસવાડા બોર્ડરો પાસ કરતી વખતે પોલીસ દ્વારા સિક્કા મરાયા હોવાનું આ લોકો કહી રહ્યા છે. સિક્કા પોતાની રીતે ભુસાઇ ગયા છે તેવુ જણાવે છે. આરોગ્ય વિભાગ દ્વારા આ લોકોની પ્રાથમિક તપાસ કરાઇ છે પરંતુ કોઇને કોરોનાવાયરસના લક્ષણો જોવાતા નથી સાથે આ લોકોને 14 દિવસ સુધી હોમકોરોન્ટાઇ રહેવાની સલાહ અપાઇ છે.>કે આર હાંડા, તાલુકા હેલ્થ અધિકારી ફતેપુરા

_photocaption_મોટીરેલમાં હાથ ઉપરથી ભુંસી કઢાયેલો હોમકોરોન્ટાઇનનો સિક્કો*photocaption*
અન્ય સમાચારો પણ છે...