પાદરા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના સભ્યો એક દિવસનું પેન્સન રાહત ફંડમાં આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાદરા | દેશ ઉપર આવી પડેલી આફત કોરોના વાઇરસ રોગની સામે હાલમાં દેશ લડી રહ્યો છે. ત્યારે પાદરાના સરકારી નિવૃત્ત કર્મચારી મંડળ પણ સરકારની વ્હારે આવ્યું છે અને પોતાને મળી રહેલ પેન્શનમાંથી એક દિવસનું પેન્શન મુખ્ય મંત્રી રાહત ફંડમા જમાં કરશે જે પાદરા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળનાં પ્રમુખ નારાયણભાઈ દેસાઈએ જણાવ્યું હતું. તાત્કાલિક અસરથી એક દિવસનું પેન્શન પોતાના ગ્રૂપ પ્રતિનિધિ મારફત મંડળના મંત્રી સતીશ ડા. પટેલને જમાં કરાવવા તથા જે ભેગી થયેલી રકમ રાજ્યના મુખ્યમંત્રીના રાહત ફંડમાં જમાં કરવા રાજ્યના નિવૃત્ત કર્મચારી મંડળનાં આદેશને અનુસરવા અપીલ કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...