તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાત્રી બન્યા દર્દી| એમ્બ્યુલન્સમાં મજૂરો ભરીને વતન લઈ જવાતા હતા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પારડી

પારડી| લોકડાઉન દરમિયાન પેસેંન્જર વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.લોકોને અવરજ્વર કરવા માટે હાલમાં કોઈ સાધનો ઉપલબ્ધ નથી. તેવા સમયે આ તકનો લાભ લઈ એમ્બ્યુલન્સ કે જેને સામાન્ય રીતે કોઈ અટકાવતું નથી તેમાં પેસેન્જરો બેસાડી ફરતી એક એમ્બ્યુલન્સ પારડી પોલીસના હાથે ઝડપાઇ હતી. પારડી પોલીસ મથકની ટીમ લોકડાઉનના બંદોબસ્ત નિમિત્તે પેટ્રોલીંગમાં હતી ત્યારે બગવાડા ટોલબૂથ પાસેથી જી જે 15XX2321 ની એમ્બ્યુલન્સનો ચાલક હિતેશ મેઘરાજ રાવલ રહે મોટીચણવઇ એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે પેસેન્જરો બેસાડી ફરતો ઝડપાઇ જવા પામ્યો હતો પારડી પોલીસે આ ગ્રીન પાર્ક સેવા ટ્રસ્ટની એમ્બુલન્સ વાન કબ્જે લઈ કાર્યવાહી કરી હતી. લોકડાઉનમાં લોકો કમાવા નવા નુસખા અજમાવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...