વાપીમાં શાકભાજી માર્કેટમાં જાહેરનામોનો ખુલ્લેઆમ ભંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી શાકભાજી માર્કેટ પાલિકાએ કુમારશાળાના ગ્રાઉન્ડ પર ખસેડી છે. 1 મીટરના અંતરે ગ્રાહકો ઊભા રહે તેવી વ્યવસ્થા ગોઠવામાં આવી છે, પંરતુ વાપી શાકભાજી માર્કેટમાં કેટલાક લારીઓવાળા હજુ પણ યથાવત રહેતા લોકોની ભીડ વધી રહી છે. જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે. પાલિકાની ટીમે સમજાવટ બાદ પણ સ્થિતિમાં સુધારો આવ્યો નથી.

વાપી પાલિકાએ શાકભાજી માર્કેટમાં લોકોનીા વધારે ભીડ ન થાય તે માટે કુમારશાળામાં જ શાકભાજી અને ફુટ માર્કેટ રાખવાનો નિર્ણય પાલિકાએ લીધો છે. કુમારશાળામાં તમામ વ્યવસ્થા ગોઠવામાં આવી છે, પરંતુ કેટલાક વેપારીઓ લારી સાથે હજુ પણ શાકભાજી માર્કેટમાં સવારે ઊભા રહે છે. જેના કારણે ગ્રાહકોની ભારે ભીડ જામી રહી છે. કલમ 144નો ભંગ થઇ રહ્યો છે. પાલિકાની ટીમે સ્થ‌ળ પહોંચી વેપારીઓને સમજાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પુરતી સફળતા મળી ન હતી. કોરોના વાઇરસના કારણે લોકો ભેગા ન થાય તેવી વ્યવસ્થા પાલિકાએ ગોઠવી છે, પરંતુ કેટલાક લારી ચલવતા વેપારીઓ નિયમોનુ પાલન કરવામાં આવતુ નથી.

વાપી પાલિકાએ કુમારશાળા ગ્રાઉન્ડ ઉપરાંત આરજીએએસ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં પણ શાકભાજીના વેપારીઓ માટે વ્યવસ્થા કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં કોઈપણ જાતની વ્યવસ્થા જોવા મળી ન હતી. બીજી તરફ વાપી પાલિકાના અધિકારીઓની કડક સૂચના બાદ બપોરે શાક માર્કેટમાં લારી લગાવી વેચાણ કરનારા વેપારીઓ કુમારશાળા ગ્રાઉન્ડમાં ધસી જતાં અહીં લારી લગાવવાના મુદ્દે અંદરો અંદર ચકમક ઝરી હતી. આમ વાપીમાં લૉકડાઉનની પરિસ્થિતીમાં પણ શાકભાજી માર્કેટમાં કોઈ અસર દેખાતી નથી. જેના કારણે આગામી દિવસોમાં અહીં કોરોનાને લઈ કોઈ પોઝીટિવ કેસથી સંક્રમણ ફેલાઈ તો તેના માટે કોણ જવાબદાર રહેશે તેવી લોકોમાં ચર્ચા છે. આ બાબતે નગરપાલિકા અને પોલીસ વિભાગ કડક પગલા ભરે તે જરૂરી છે.

પાલિકાની ટીમે સમજાવ્યાં છતાં પણ લોકોમાં સુધારો નહી

અન્ય સમાચારો પણ છે...