તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેમદાવાદ, કપડવંજ અને ખેડામાં મહિલાઓ જ ખરીદી કરવા બહાર નીકળી શકશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસની મહામારી સંદર્ભે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા કેટલીક માર્ગદર્શીકાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં ખેડા, મહેમદાવાદ અને કપડવંજના નાગરિકો માટે એક જાહેરનામું બહાર પાડી વિવાદ ઊભો કર્યો છે. જેમાં 27મી માર્ચથી દ્વિચક્રી વાહનો પર પ્રતિબંધ સાથે મહિલાઓ જ બહાર નીકળી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખેડા અને મહેમદાવાદ તેમજ કપડવંજ તથા કઠલાલ તાલુકાના નગરપાલિકા વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારોમાં 27મી માર્ચથી દ્વિચક્રી વાહનો પર પ્રતિબંધ ફરમવવામાં આવ્યો છે. આ ઉપરાંત જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માત્ર મહિલાઓ જ સવારના 7 થી 11 સમયગાળા દરમિયાન બહાર નીકળી શકશે. અન્ય કોઇ પણ વ્યક્તિ આ હુકમનો અનાદર કરશે તો ફોજદારી કાર્યવાહીની અમલવારી કરવામાં આવશે. આ હુકમ અનુસાર પંથકના પુરૂષ વર્ગના લોકો ભારે વિસામણમાં મુકાઇ ગયાં છે. કોઇ એકલ દોકલ પુરૂષ કે વરીષ્ઠ નાગરીક હોય તેના માટેની કોઇ પણ સુવિધા આ સ્થિતિમાં ઉપલબ્ધ થઇ શકે તેમ નથી. તેથી આ અંગે પુન: વિચારણા માટે અવકાશ રહે છે. ઉચ્ચ સ્તરીય સત્તાવાળાઓ સદરહુ બાબતે પુરૂષોની રહેમ રાહે પુન: આદેશ કરવામાં આવે તેવી લોકગાણી પ્રવર્તી રહી છે.

બહાર નીકળશો તો ફોજદારી કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...