છોટાઉદેપુર જિલ્લાની મસ્જિદોમાં ફક્ત ચાર લોકોને નમાજ અદા કરવા અપીલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લાની પૂર્વ પટ્ટીના સમગ્ર મસ્જિદોમાં ચાર વ્યક્તિઓને નમાજ અદા કરવા માટેની અપીલ કરવામાં આવી હતી. જુમ્માની નમાજ પણ ઘરે પઢવા માટે દરેક ગામના આગેવાનો તથા ધર્મગુરુઓ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. પૂર્વ પટ્ટીના તમામ મુસ્લિમો સરકારના આદેશનું પાલન કરવા સમર્થન આપ્યું હતું. સમગ્ર સમાજના લોકો કોરોનાવાઇરસથી ઝઝુમી રહ્યા છે. તેવામાં નમાજ માટે એકઠા થવાથી કોરોના વાઇરસને ફેલાવવાનો ભય હોવાથી સરકારના સૂચનાનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી હતી. દરેક પૂર્વ પટ્ટીના મુસ્લિમોએ જુુુમ્માની ઘરે નમાજ અદા કરી હતી.

જયાં સુધી બેહતર હાલત થાય ત્યા સુધી લોકો પોતાના ઘરોમાં નમાજ અદા કરી લે અલબત્ત ચાર પાંચ નિયુક્ત અને નિર્ધારિત માણસો જુમ્મા અને ફર્ઝ નમાઝ મુક્તસર રહીને પડી લે જે આપણા સૌના હિતમાં અને માનવજીવનની હિફાજતના સિલસિલામાં શરઇ હિદાયતોને નઝર સમક્ષ રાખવામાં આવે અને સરકારને સહકાર આપવા માટે સમગ્ર પૂર્વ પટ્ટીના મુસ્લિમ સમાજના આગેવાનો તથા ધર્મગુરુઓ દ્વારા અપીલ કરી ઘરે બેસી દુઆઓ તથા ધાર્મિક કામગીરીમાં વ્યસ્ત રહેવા અપીલ કરવામાં આવતા પૂર્વ પટ્ટીના તમામ મુસ્લિમો અને જુમ્માની નમાજ તર્ક કરી ઘરે નમાજ અદા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...