તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુણાવાડા સિવિલમાં માત્ર 1000 માસ્ક ઉપલબ્ધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસ સામે રક્ષણ આપતા માસ્કની માગ ખૂબ ઝડપથી વધી રહી છે. દવાની દુકાનોમાં માસ્ક મળતા ન હોવાની અટકળો વચ્ચે અછત સર્જાઈ છે. તેવા સંજોગોમાં મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર પાસે માસ્કનો પૂરતો જથ્થો ન હોવાની જાણકારી ઉપલબ્ધ થઈ છે. હાલના સંજોગોમાં જિલ્લાની સિવિલ પાસે માત્ર 1000 માસ્કનો જથ્થો ઉપલબ્ધ છે. કોરોનો વાયરસના ગુજરાતમાં 5 કેશ નોંધાઈ ચુક્યા છે ત્યારે વાયરસને પ્રસરતો અટકાવવા સાથે લોકજાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે. અને તે માટે વારંવાર બેઠકો યોજી રાજ્યના તમામ જિલ્લા તંત્રને તકેદારી માટે તાકીદ કરવામાં આવી રહી છે. તંત્રને એલર્ટ રહેવા સાથે સાથે માસ્ક,દવાઓ અને આઈસોલેશન વોડ તૈયાર રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે તેમ છતાં જિલ્લાની સિવિલ પાસે માસ્કનો 1000 જથ્થો હાલમાં ઉપબંધ છે.

તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઇ

અન્ય સમાચારો પણ છે...