ધરમપુરમાં ઘરે ઘરે જઇ વાયરસની સમજણ આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુર | ધરમપુરની વનરાજ કોલેજના NSS સ્વયંસેવકો કેતન પટેલ, અક્ષય પટેલ, યગ્નેશ પટેલ, અંકિત ગાંવિત, રાકેશ પટેલે ભેંસદરા દુધડેરી પાસે સવારે અને સાંજે કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા પશુપાલકો માટે એક મીટરના અંતર કેળવવા ગોળ કુંડાળા દોર્યા હતા. અને પશુપાલકો, ખેડૂતોને સેનેટાઇઝર, સાબુ વડે વારંવાર હાથ ધોવા સહિતની સમજણ આપી સાવચેત કરી જાગૃતિ માટે સરાહનીય કામગીરી કરી હતી. આ સાથે ગામના 50 જેટલા ઘરોમાં જઈ કામ વગર ઘરથી બહાર નહિં નીકળવાની સમજણ આપી ખુદને અને દેશને સુરક્ષિત રાખવા માટે અપીલ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...