દરિયામાં ફસાયેલી 40 બોટ વલસાડ પરત, 13ના રિપોર્ટ નેગેટીવ આવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને અટકાવવા માટે દેશમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઈને વલસાડ જિલ્લાના 700 જેટલી બોટ મધ દરીએ અટવાઈ હતી. તે પૈકી 50 બોટ મુંબઈથી વલસાડ આવવા પરવાનગી માંગવામાં આવી હતી. જે પૈકી 40 બોટ ગુરૂવારે પરત ફરી હતી. આરોગ્ય વિભાગે બોટમાં સવાર 400 જેટલા માછીમારો અને ખલાસીઓની કોરોના વાયરસની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ગુરૂવારે સિવિલ હોસ્પિટલ ખાતે 13 જેટલા કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી તમામ દર્દીઓના રિપોર્ટમાં કોરોનાના કોઈપણ લક્ષણો જોવા મળ્યા ન હતા.

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશને 21 દિવસ માટે લોક ડાઉન કરવામાં આવ્યું છે. જેને લઈને વલસાડ વલસાડની 700 જેટલી બોટમાં માછીમારી કરવા ગયેલા માછીમારો અને ખલાસીઓ મધ દરીએ અટવાયા હતા. લોક ડાઉન થતા માછીમારોના પરિવાર જનોમાં ચિંતા વધી હતી. જે પૈકી વલસાડની 50 બોટને વલસાડ પરત લાવવા પરવાનગી માંગવામાં આવી હતી. મત્સ્ય ઉદ્યોગ વિભાગ પાસેથી પરવાનગી મેળવીને ગુરૂવારે દાંતી દરિયાં કિનારે 40 જેટલી બોટ પરત ફરી હતી. 40 બોટમાં 400થી વધારે માછીમારોને આરોગ્ય વિભાગની ટિમ દ્વારા કોરોનાની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તમામ માછીમારો મુંબઈ ભાઉચાધક્કા ઉપર વેપાર કરવા જતા હોવાથી તમામ પરત આવેલા માછીમારો અને ખલાસીઓને 14 દિવસ માટે હોમ કોરેન્ટાઇનમાં રહેવા સૂચના આપવામાં આવી છે. ગુરૂવારે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે 13 જેટલા શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓના કોરોનાના પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. કોરોનાની પ્રાથમિક તપાસમાં કોરોનાના કોઈ લક્ષણો ન જણાતા તેમને પણ હોમ કોરેન્ટાઇનમાં રહેવા સૂચના આપવામાં આવી છે. જે પૈકી એક ધરમપુરમાં રહેતો શિક્ષકને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને પણ હોમ કોરેન્ટાઇનમાં રહેવા આરોગ્ય વિભાગે સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...