નાગરિકોને જ્યાં હોય ત્યાં જ રોકાઈ જવા મહિસાગર કલેક્ટરની અપીલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસ કે જેને WHO દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરાઈ છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોરોનાના કેસો નોંધાયેલ છે. આ મહામારીને વધુ આગળ ફેલાતી અટકાવવાં સરકાર દ્વારા પ્રયત્નો કરાઈ રહ્યા છે. જિલ્લા કલેકટર આર.બી બારડે જે લોકો બહારથી આવી ગયા છે તેઓને મૂળ નિવાસસ્થાને પહોંચાડવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. હવે જે લોકો જ્યાં હોય ત્યાં જ રોકાઈ જાય અને ગામમાંથી શહેરમાં કે શહેરમાંથી ગામમાં જઈ શકશે નહીં. લોકડાઉનનું પાલન કરવા તમામ ઉચ્ચ અધિકારીઓને તેમજ પોલીસ તંત્રને આદેશો જારી કરી દેવામાં આવ્યા હોવાનું પણ જિલ્લા કલેકટર આર.બી બારડે જણાવી જિલ્લાના નાગરિકોને લોકડાઉનનું સ્વંયમ શિસ્તથી પાલન કરવા પુનઃ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...