હવે તો ઘર જ બચાવશે | લોકડાઉન છતાં યાર્ડ, કરિયાણા, દૂધની દુકાનો પર જામે છે ભારે ભીડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં લોકડાઉનની જાહેરાત અને આવશ્યક ચીજવસ્તુઅોની ઉપલબ્ધિ અંગે સરકારે હૈયાધારણા આપી હોવા છતાં લોકો હજુ પણ કોરોનાની અસરકારકતા વિશ્વ વ્યાપકતાને હળવાશથી લઇ રહ્યા છે, એકઠાં થઇ રહ્યા છે. પોલીસ ડંડા મારીને ઘરે કાઢે તો પણ જવા તૈયાર નથી ત્યારે એક બાબત સામે આવે છે કે હજુ પણ સમય છે, અંતર જાળવવાને અનિવાર્ય બનાવી દઇએ, નહીંતર આજે છે તેના કરતાં પણ વધુ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

_photocaption_સરકારે રવિવારે જનતા કર્ફ્યુ અને બાદમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે ત્યારે શહેર આસપાસના પર્યટન સ્થળો વોટરપાર્ક, જાહેર ઉદ્યાનો, મંદિરો વગેરે સંપૂર્ણપણે બંધ રાખવાના આદેશ છે અને તેનું ગંભીરતાથી પાલન પણ થઇ રહ્યું છે. જે આજના સમયની માંગ છે. અહીં જે રીતે કાયદાનું પાલન થાય છે તેવું જ કડક પાલન જીવન જરૂરી વસ્તુની ખરીદી માટે આવતા લોકો ઘર બહાર નિકળતા પહેલા કરે તે હવે અનિવાર્ય છે. }તસવીર : હિમાંશુ પુરોહિત *photocaption*

ગોંડલ | પર્યટન સ્થળો અને જાહેર સ્વિમિંગ પૂલ સાચા અર્થમાં લોક્ડ ડાઉન

_photocaption_સરકાર ગાઇવગાડીને થાકી ગઇ કે હવે અંતર જ બચાવશે. તેમ છતાં દવા લેવા લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકતા નથી. }તસવીર : કિશોર પરમાર*photocaption*

હળવદ | સલામતીનું અંતર ક્યાં?

_photocaption_એકલ-દોકલ બાઇક સવાર સિવાય પોલીસ સ્ટાફ સંપૂર્ણ જનતાને ઘરમાં જ રહેવા સમજાવી શકી છે. અને રસ્તા સૂમસામ ભાસી રહ્યા છે. }તસવીર : ભરત રવિયા*photocaption*

જસદણ | ચોતરફ સન્નાટો

_photocaption_સલામતીનું અંતર જાળવવાની લાખ જાહેરાતો છતાં જેતપુર માર્કેટિંગ યાર્ડમાં લોકો કોઇપણ જાતના ડર વગર એકઠા થઇ ગયા હતા. }તસવીર : હિતેશ સાવલિયા*photocaption*

જેતપુર | કોરોના ન આવે તો નવાઇ !

_photocaption_જસદણ પાસેના આ મહત્વના શહેરના બજારો અને મહોલ્લાઓ સંપૂર્ણપણે બંધ રહ્યા હતા અને પોલીસને પગે પાણી નહોતા ઉતર્યા. }તસવીર : કરશન બામટા*photocaption*

આટકોટ | આ સ્થિતિ આવકાર્ય

_photocaption_મોરબી શહેરના નવા ડેલા રોડ પર લોકડાઉનની જાણે બિલકુલ અસર દેખાતી નથી અને લોકો અહીં એક સાથે ખરીદી કરવા માટે ઊમટી પડે છે. રોકનાર તો અનેક છે પણ માનવા વાળુ કોઇ જ ન હોય તેવી સ્થિતિ આ તસવીરમાં દૃશ્યમાન છે. આ રોડ પર અનાજ અને કરિયાણાની હોલસેલની દુકાનો આવેલી છે. આથી સામાન્ય દિવસોમાં અહીં ભીડ હોય તે માની શકાય પરંતુ હાલના સંજોગોમાં કોરોનાથી બચવાની એકપણ ગાઇડ લાઇનનું પાલન અહીં થતું નથી. }તસવીર : રોહન રાંકજા*photocaption*

મોરબી | શહેરના નવા ડેલા રોડ પર ભારે ભીડ, આ રીતે બચી શકાશે કોરોનાથી ?

ઇતના સન્નાટા..... આ શબ્દો દરેક શહેરને લાગૂ પડવા જોઇએ. એક પણ ચકલું રસ્તા પર ન ફરકે અને પોલીસ પણ નિર્ભિકપણે, કોરોનાના ડર વગર અન્ય ફરજ પણ નિભાવી શકે તેવી સ્થિતિ સર્જવાની ફરજ આપણી છે, નાગરિકોની છે. આ તસવીરો ગવાહ છે કે હજુ પણ અનેક સ્થળે લોકો એકઠા થઇ રહ્યા છે. જરૂરી ચીજવસ્તુઓ ખરીદવામાં સલામતીનું અંતર જળવાતું નથી. આ યોગ્ય નથી. લોકડાઉનની વ્યાખ્યાને સમજવાની અને તેના અમલની તાતી જરૂર છે, અને તો જ કોરોનાને દરવાજાની બહાર જ લોક કરી શકીશું.શહેર બંધને સહયોગ આપીશું નહીં તો કાયદો તેનું કામ કડકાઇથી કરશે અને તે આકરું લાગશે. હજુ પણ સમય છે કે, વર્તમાન પરિસ્થિતિને સમજી લઇએ કાયદાને પાલનમાં મદદ કરીએ અને મહામારીને આવતી જ રોકીએ.

આજને ગંભીરતાથી નહીં લઇએ તો કાલ કપરી હશે
અન્ય સમાચારો પણ છે...