તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહીસાગરમાં સભા, સરઘસ, સંમેલન કે લોકમેળા નહીં યોજવા જાહેરનામું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાયું

લુણાવાડા. નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાતો અટકાવવા સરકાર દ્વારા સમયાંતરે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી રહી છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર.ઠક્કરે અેક જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમા સમગ્ર મહીસાગર જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ લેખિત પરવાનગી વગર વિશાળ સંખ્યામાં લોકો એકઠા થાય તેવા કોઇપણ પ્રકારના કાર્યક્રમો જેવા કે સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા જેવા પ્રસંગો યોજવા નહીં, યોજ્યા હોય ત્યાં વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહેવું નહીં. મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય તેવા સ્થળો બંધ રાખવા. શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યુશન ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવું. કોઇપણ વ્યક્તિ, સંસ્થા, કોરોના વાયરસ અંગે કોઇપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડીયા કોઇપણ પ્રકારના માધ્યમ મારફતે ફેલાવશે તો તેને ગુન્હો ગણી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇ મુસાફર જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર-દેશમાંથી છેલ્લા 14 દિવસમાં મુસાફરી કરીને આવ્યા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે કંટ્રોલ રૂમ ફોન નં. 0674-250830/253971 અથવા હેલ્પલાઇન નં.104 પર ફરજિયાત ...અનુ. પાન નં. 2
અન્ય સમાચારો પણ છે...