યુવાન મુંબઇથી આવ્યાની જાણ નહી કરનાર ગાલા હેવનના ચેરમેનને નોટીસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખોરજમાં આવેલા ગાલા હેવન ફ્લેટમાં રહેતો યુવાન મુંબઇથી આવ્યો હતો. તેમ છતાં યુવકના તેમજ આસપાસના ફ્લેટમાં સેનિટાઇઝેશન, દવા છંટકાવ કે આરોગ્ય વિષયક આગોતરા કોઇ જ પગલાં લેવામાં ગંભીર બેદરકારી રાખી હતી. આથી ફ્લેટના ચેરમેનને ખોરજ ગ્રામ પંચાયતના સરપંચે નોટીસ ફટકારીને ટીડીઓ કચેરીમાં ખુલાસોના કરવા નોટીસમાં ઉલ્લેખ કરાયો છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાયદો અને જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને કોરોના સંક્રમીત વ્યક્તિ હોય કે વિદેશથી કે મુંબઇથી આવી હોય તેની જાણ કરીને આરોગ્ય વિષયક સલામતીનું પાલન કરવા આદેશ કર્યો હતો. તેમ છતાં જિલ્લાના ગાંધીનગર તાલુકાના ખોરજ ગામની સીમમાં, વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા ગાલા હેવન ફ્લેટમાં રહેતો એક યુવાનનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. યુવકની હિસ્ટ્રીમાં તે મુંબઇથી આવ્યો હતો. તેમ છતાં ફ્લેટના ચેરમેને સમય મર્યાદામાં ફ્લેટમાં સેનીટાઇઝેશન, દવાનો છંટકાવ સહિતના આરોગ્ય વિષયક સલામતીનાં આગોતરાં પગલાં લેવામાં ગંભીર બેદરકારી રાખી હતી. આરોગ્ય વિષયક સલામતીના મામલે બેદરકારી દાખવીને જિલ્લા કલેક્ટરના જાહેરનામાં અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાયદાના ભંગ બદલ ફ્લેટના ચેરમેનને ખોરજ ગ્રામ પંચાયતના સરપંચ ભાવનાબેન પટેલ અને તલાટી કમ મંત્રી કે.આર.પટેલે નોટીસ ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...