તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફતેપુરામાં કતલખાના, ખાણી-પીણીની લારીઓ, જ્યુસ સેન્ટરો બંધ કરવા નોટિસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશ દુનિયા સહિત ભારત અને હાલમા રાજકોટ, સુરત, વડોદરા સહિત ફતેપુરાને અડીને આવેલા રાજસ્થાનના બાસવાડા અને રાયાણાના ગામોમાં કોરાનાવાયરસના પોઝેટીવ કેશો સામે આવ્યા છે. અનેક જગ્યા પર ગુજરાતમાં કલેકટરો દ્વારા ધારા 144 લગાવાઇ છે. કોરાના વાયરસના કેરને અટકાવવા દરેક વ્યક્તિ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ફતેપુરા ગ્રામપંચાયત દ્વારા પણ ફતેપુરામાં ચાલતી મટનની દુકાનો, કતલખાનાઓ, નોનવેજની હોટલો, પાણીપુરીની લારીઓ, જ્યુશ સેન્ટરો, ખાણી પીણીના સ્ટોલો બંધ કરાવવા માટે નોટીસ ફટકારવામાં આવી છે. ફતેપુરા ગ્રામપંચાયતના હદ વિસ્તારમાં ચાલતી ખાણી પીણીની લારીઓ બંધ કરાવવા માટે ફતેપુરા ગ્રામપંચાયત દ્વારા આજરોજ એક નોટીસ દ્વારા નગરના લારી ગલ્લા વાળા દુકાનદારોને નોટીસ ફટકારી 21 થી 31 માર્ચ સુધી પોતાનો ધંધારોજગાર કોરોનાવાયરસની અસરને લઇને બંધ રાખવા આદેશ કરાયો છે અને જણાવ્યું છે કે જો કોઇ દુકાનદાર આ આદેશનુ ઉલ્લંધન કરશે તેને રુપિયા પાંચ હજારનો દંડ ફટકારવાનું પણ જણાવ્યું છે. ફતેપુરાના દુકાન દારોને નોટીસ ફટકારાતા વેપારીઓ સ્તબંધ જોવા મળ્યા હતા.

21 થી 31 માર્ચ સુધી ખાણીપીણીની લારી બંધ કરવા આદેશ

આદેશનું ઉલ્લંધન કરનાર સામે 5 હજારનો દંડ ફટકારાશે

નોટિસનો અનાદર કરનાર સામે દંડ વસૂલાશે તથા કાર્યવાહી કરાશે

પંચાયતના સરપંચ સભ્યોએ સાથે મળી નિર્ણય લઇ સરકારના આદેશનુ પાલન કરી કોરોનાવાયરસને લઇને ફતેપુરાના ખાણીપીણી લારીગલ્લા વાળાઓને રોજગાર બંધ રાખવા નોટીસ ફટકારી છે. નોટીસનો અનાદર કરનાર સામે પાંચ હજારનો દંડ વસુલ કરાશે જરુર જણાશે તો કાયદેસર કાર્યવાહી પણ કરાશે .>વિશાલભાઇ નહાર, સભ્ય ગ્રામપંચાયત ફતેપુરા

_photocaption_ફતેપુરામાં કોરોના વાયરસને પગલે કતલ ખાના, પાણી પુરીની લારીઓ જ્યુશ સેન્ટરો બંધ કરવા પંચાયતે નોટીસ ફટકારી હતી. } રીતેશ પટેલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...