તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાષ્ટ્રથી એકપણ વાહનને હવે ગુજરાતમાં નો-એન્ટ્રી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાને લાગૂ મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદમાં વાહનોના પસાર થ‌વા પર સંપૂર્ણ મનાઇ ફરમાવી દેવામાં આવી છે. કલેકટરે લોકડાઉનનો કડક અમલ કરાવવા ફરમાન જારી કર્યું છે.

લોકડાઉનને સખત બનાવવા માટે જિલ્લાની મહારાષ્ટ્ર અને ગુજરાત સરહદ પરથી વાહનોની અવરજવર ચાલૂ રહેતા કલેકટર સી.આર.ખરસાણના ધ્યાને આવતાં હવે વાહનોની અવરજવર પર સંપૂર્ણ રોક લગાવી છે.આ અંગે એસપી સુનિલ જોષી સાથે પરામર્શ કરીને લોકડાઉનમાં કડક કાર્યવાહી કરવા સરકારની સૂચનાનો ચૂસ્ત અમલ કરાવવા કલેકટરે મહારાષ્ટ્રની સરહદે વધુ બંદોબસ્ત તૈનાત કરવા જણાવ્યુું છે. આ ઉપરાંત ગુડઝ કેરિયર વાહન દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પરિવહન કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા કલેકટર સી.આર.ખરસાણે જિલ્લામાં લોકડાઉનનો વધુ સખત અમલ કરાવવા સૂચના આપી છે. ભીલાડ, ધરમપુર, કપરાડાની મહારાષ્ટ્રને લાગૂ સરહદની ચેક પોસ્ટો પર બેરિકેડ લગાવી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

નાસિક સાથે ધરમપુર તાલુકાની હદ લાગૂ

વલસાડ જિલ્લામાં નાસિકથી ટામેટા કાંદા દ્રાક્ષનો જથ્થો આવશ્યક ચીજવસ્તુમાં હોવાથી તેના પરિવહનની અવરજવર રાબેતા મુજબ છે,પરંતું જે લોકો મહારાષ્ટ્ર હદના નાસિક જિલ્લામાંથી પેંઠ થઇને ધરમપુર તાલુકામાં પ્રવેશે તેમના પર રોક લગાવી દેવાઇ છે.
અન્ય સમાચારો પણ છે...