તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુધા નજીક દારૂ ભરેલાં આઇસર સાથે 3 ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદ તાલુકાના રૂદણ-મહુધા રોડ પરથી ખેડા એલસીબીએ પૂર્વબાતમીના આધારે પરપ્રાંતીય દારૂનો જથ્થો ભરેલી આઇસર ગાડી સાથે ત્રણ શખસને દબોચી લીધા હતા. આ અંગે મહેમદાવાદ પોલીસે ત્રણે શખસ વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ એલસીબીએ હાથ ધરી છે.

મહેમદાવાદના રૂદણ-મહુધા રોડ પર પેટ્રોલિંગ દરમિયાન મળેલી હકીકતના આધારે ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ.રાહબરી હેઠળ હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિતનાએ પસાર થતી આઇસર ગાડીને થોભાવી તેમાંથી રૂ.28,800ની કિંમતના વિલાયતી દારૂની 180 બોટલ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે આઇસરમાં બેઠેલાં શૈલેષ ઝાલા (રહે.હાથનોલી), નટુ ઠાકોર (રહે.અગોલ), પ્રવીણ ડાભી (રહે.વડોદ)ની ધરપકડ કરી હતી. એલસીબીએ તમામ શખ્સના કબજામાંથી ત્રણ મોબાઇલ ફોન તથા આઇસર ગાડી મળી કુલ રૂ.2,37,300નો મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ હાથ ધરી છે.

સવા બે લાખનો મુદ્દામાલ કબજે

અન્ય સમાચારો પણ છે...