તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોવિંદ ગુરુ યુનિ.ના નેશનલ લો યુનિ. સાથે MOU

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રી ગોવિંદ ગુરૂ યુનિ. અને ગાંધીનગરની ધી ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી સાથે મહત્વના મુદ્દા અંગેની ચર્ચા કરી યુનિ.એ પોલીસ વિભાગ, AU ફાયનાન્સ બેંક, સ્કીલગુરૂ એકેડેમી બાદ લો યુનિવર્સીટી સાથે MOU કરી યુનિ વિદ્યાર્થીઓ માટે પણ મહત્વની કામગીરી કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરાની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી દ્વારા એક પછી એક મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે. યુનિવર્સીટી અને પોલીસ વિભાગ તથા બેંક ક્ષેત્રે સમનવય સાધી શકાય
તે હેતુથી તથા યુનિવર્સીટી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે અમદાવાદની ફાઇવ સ્ટાર
રેકીંગ ધરાવતી સંસ્થા સ્કીલગુરૂ એકેડેમી સાથે અને હવે લો ના વિદ્યાર્થીઅેને કાયદા અંગેનુ વધુ જ્ઞાન મળે
તે હેતુ થી ગાંધીનગરની ધી ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી સાથે મહત્વના મુદ્દા અંગેની ચર્ચા કરી MOU કર્યા છે.

આ સમયે યુનિ.ના કુલપતિ ર્ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ઇન.રજીસ્ટાર ર્ડો.અનિલભાઇ સોલંકી એડવાઇઝરી કમીટીના ર્ડો. અજયભાઇ સોની તથા ગાંધીનગરની ધી ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી ઇનચાર્જ રજીસ્ટાર ર્ડો.જગદીશચંદ્વ ટી જી સહિત અન્ય યુનિ.ના પદાધિકારીઅોની હાજરીમાં MOU કરવામાં અાવ્યા હતા.

અામ શ્રી ગોવિંદ ગુરૂ યુનિ. દ્વારા વિદ્યાર્થીઅોને પોલીસ વિભાગ તથા કાયદાનું વધુ દ્વારા જ્ઞાન મળે તથા બેંકીંગ અને રોજગારી મળે તે અંગેનુ અભ્યાસ સાથે ધ્યાન પણ રાખવામાં અાવી રહ્યુ છે.

_photocaption_ગોધરાની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી તથા ગાંધીનગરની લો યુનિવર્સિટીના પદાધિકારીઅોઅે MOU કર્યા હતાં.*photocaption*
અન્ય સમાચારો પણ છે...