તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના ફફડાટ વચ્ચે નડિયાદ પાલિકા પ્રમુખના વોર્ડમાં જ ગંદકી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં સમાવિષ્ઠ જાનકીદાસ અને લક્ષ સોસાયટી આસપાસ નર્કાગારની સ્થિતિ સર્જાઇ છે. અહીં સંતરામ દેરી પણ આવેલી છે અને અનેક લોકો અહીંથી પસાર થાય છે. જેમને હાલાકી ભોગવવી પડે છે.

નડિયાદ નગરપાલિકામાં સમાવિષ્ટ સંતરામ રોડ પરની જાનકીદાસ-1-2 તથા લક્ષ સોસાયટીના રહીશો મગરની પીઠ જેવા ઉબડખાબડ રસ્તા, ગટર, ગંદકી, પીવાના પાણી, સ્ટ્રીટલાઇટ વગેરે અપૂરતી પ્રાથમિક સુવિધાની સમસ્યાથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. આ અંગે નગરપાલિકાના સત્તાવાહકોને અનેકવાર રજૂઆતો કરવા છતાં તેનો કોઇ જ ઉકેલ લાવવામાં નહિ આવતાં વસાહતીઓમાં આક્રોશ ફેલાયો છે. આગામી દિવસોમાં આંદોલનના મંડાણ કરવાની ચીમકી રહીશો ઉચ્ચારી રહ્યાં છે. શહેરના સંતરામ રોડ પરની જાનકીદાસ-1-2 તથા લક્ષ સોસાયટીમાં રહેતાં લોકોએ તમામ ટેક્સ ભરપાઇ કરવા છતાં સારા રોડની સવલત મળતી નથી.

હાલમાં કોરોના વાઇરસનો કહેર વરતાઇ રહ્યો છે, ત્યારે નડિયાદ નગરપાલિકાના સત્તાવાહકો દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે. આ અંગે સત્વરે કોઇ ઉકેલ લાવવામાં નહિ આવે તો આગામી દિવસોમાં જનઆંદોલન છેડવાની ફરજ પડશે તેવી ચેતવણી સોસાયટીના અગ્રણી પી.આર.સુથારે ઉચ્ચારી હતી.

પાલિકામાં અનેકવાર રજૂઆત છતાં પરિણામમાં મીંડૂ

અન્ય સમાચારો પણ છે...