તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદ પાલિકા દ્વારા ખાણી પીણીના બજાર બંધ કરાવ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકા કેમ્પસ, જાહેર બગીચા, રસ્તાઓની સફાઇ

નડિયાદ શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણની ભાવિઅસરને પહોંચી વળવા માટે રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી હાથ ધરવા સાથે અગમચેતીના પગલાં ભરવામાં આવ્યાં છે.આ અંગે ચીફ ઓફિસર પ્રણવ પારેખએ કહ્યું કે, પાલિકાના કેમ્પસની સાફસફાઇ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે પાલિકા સંચાલિત જાહેર બાગ-બગીચા, સ્વીમીંગપુલ, ટાઉનહોલને લોકોની અવરજવર માટે બંધ કરાયા છે. તેમજ જાહેર રોડ-રસ્તાઓની સફાઇની કામગીરી હાથ ધરી જંતુનાશક દવાનો છંટકાવ કરાયો છે.

કોરોના : સજાગ રહો

સલામતી ખાતર કાર્યવાહી

પાલિકાના કર્મચારીઓને માસ્ક વિતરણ

મ્યુનિસિપલ કચેરીમાં દરેક વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે સેનિટાઇઝરની વ્યવસ્થા કરાઇ છે. તેમજ સ્ટાફને માસ્ક પુરા પાડવામાં આવ્યાં છે. શુક્રવારે પાલિકામાં કર્મચારીઓ માસ્ક પહેરી ફરજ બજાવતાં જોવા મળ્યાં હતા. જયારે જાહેર સફાઇ કરવામાં આવી હતી.

ખાણીપીણીની લારીઓને બંધ કરાવાઇ

નડિયાદ શહેરમાં કોરોના વાઇરસના હાઉ સામે અગમચેતીના પગલાંરૂપે એસ.ટી.સ્ટેન્ડની આસપાસ, મેઇનરોડ, સંતરામ રોડ, માણેકચોક સહિતના વિવિધ વિસ્તારોના ખાણીપીણી બજારો, ચા-નાસ્તાની લારીઓ, કેબીનોને નગરપાલિકા દ્વારા શુક્રવારે બપોર પછી બંધ કરાવવામાં આવી હતી. જેના લીધે સ્વાદરસિયાઓ અને ચા-કોફીના બંધાણીઓ હાલાકીમાં મુકાયા હતા.
અન્ય સમાચારો પણ છે...