તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેરા ગામે પુલ નજીક દારૂ વેચતો બુટલેગર ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાલિયા તાલુકામાં આવેલાં મેરા ગામની સીમમાં માંગરોલ ગામે જવાના રોડ પરના નાળા પાસે અવાવરૂ જગ્યામાં ગામનો જ કલ્પેશ રમેશ વસાવા દારૂનો જથ્થો વેચાણ કરતો હોવાની બાતમી વાલિયા પોલીસને મળી હતી. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં ઝાડીઝાંખરામાં સંતાડેલો કુલ 43 હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળેથી કલ્પેશને ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...