તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુન્દ્રામાં પરપ્રાંતીય યુવાનની ગળું કાપી નિર્મમ હત્યા કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રા મધ્યે ઘાંટી પરપ્રાંતીય વસ્તી ધરાવતા શક્તિ નગર સર્કલ પાસે એક પરપ્રાંતીય યુવાનની ગળું કાપી ક્રૂર હત્યા કરાયાનો બનાવ સામે આવતા ચકચાર સાથે કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી છે. હત્યા પાછળનું કારણ અને અેક યુવકને ઉઠાવી સ્થાનિક પોલીસે સઘન પુછતાછ અાદરી હોવાના અહેવાલ મળી રહયા છે.

ઘટનાક્રમ અંગે પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ શનિવારે સાંજે ચારથી પાંચ વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો. નગરના શક્તિ પ્લાઝા નજીક આવેલી શ્રમીક વસાહતમાં આવેલી ખોલીઓની એક ઓરડીમાંથી કર્મા કુરાવ (ઉ.વ.22 રહે હાલ શક્તિ નગર મૂળ ઝારખંડ)નામક યુવાનની લાશ ગળું કાપેલી હાલતમાં મળી આવી હતી. બનાવના પગલે તાબળતોબ સ્થળ પર ઘસી ગયેલી સ્થાનિક પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી એક શંકાસ્પદ યુવાનની અટકાયત કરી તેની પૂછતાછ આદરી હતી. સુત્રોમાંથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હતું .મૃતક સંભવિત આરોપીની ઝારખંડ સ્થિત બહેન સાથે આડા સબંધ ધરાવતો હોવાથી આરોપીએ આવેશમાં આવીને ઘાતકી પણે ગળું કાપી કરણીણ હત્યા કરી હોવાના અહેવાલ સાંપડ્યા છે. પોલીસે ભોગ બનનાર આરોપીની બોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલાવી બનાવ સંબધિત તપાસ હાથ ધરી છે.

ઝારખંડ સ્થિત બહેન સાથે આડા સબંધ ધરાવતો હોવાથી હત્યા થઇ હોવાની આશંકા : પોલીસે એકને ઉપાડ્યો

ઘાતકી હત્યા પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું તારણ


અન્ય સમાચારો પણ છે...