તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંસદ પ્રભુ વસાવાએ પોતાનો પગાર પીએમ ફંડમાં જમા કરાવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી | બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવએ બે તબક્કામાં અઢી કરોડ જેટલી રકમ રોકોના સામે લડત માટે જરૂરી સુવિધા માટે આપવાની જાહેરાત બાદ આજરોજ પોતાના એક મહિનાનો પગર પણ રાહત ફંડમાં જમા કરાવી દીધો હતો. સાથે દરેક નાગરિકને યથાશક્તિ દાન માટે પણ અનુરોધ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સાંસદ પ્રભુભાઈ વસાવાએ આજરોજ ફરી એકવાર પોતાના પગારની 1 લાખ જેટલી રકમ પીએમ ફંડમાં જમા કરાવ્યા હતાં. આર્થિક યોગદાન આપરાંત પોતાના નિવાસ સ્થાને કંટ્રોલરૂમ પણ શરૂ કરી દઈ પ્રજાજનો સાથે તથા તંત્ર સાથે સતત સંપર્કમાં રહી જરૂરી સૂચનો સાથે સ્થાનિક કક્ષાએ પણ સહયોગી બની રહ્યાં છે. અને પ્રજાજનોને પણ અનુરોધ કરવા જણાવી ઉમેર્યુ હતું કે નાની રકમ પણ રાષ્ટ્ર માટે મોટું યોગાદન બની રહેશે.
અન્ય સમાચારો પણ છે...