મસ્જિદો બંધ : ઘરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને નમાજ પઢી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાની મસ્જિદોમાં શુક્રવારે જુમ્માની નમાજ બંધ રાખી ઘરમાં પઢવામાં આવી હતી. કેટલાંક પરિવારોએ ઘરમાં પણ 1-1 મીટરનું અંતર રાખી સોશિયલ ડિસ્ટન્સિંગ કર્યું હતું. અંકલેશ્વરમાં પણ નમાજ ઘરેથી પઢવા મસ્જિદોમાંથી એલાન કરાયું હતું.જિલ્લા કલેક્ટર દ્વારા જુમ્માની નમાઝ પઢવા માટે મંજૂરી આપી હોવાના ખોટા મેસેજ સોશિયલ મિડીયા પર વાયરલ થયા હતા.આ મામલામાં ઝીણવટભરી તપાસ કરી અફવાઓ ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની ડીએસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ચીમકી ઉચ્ચારી હતી.

બીજી તરફ વિવિધ મસ્જીદ-મદ્રેસા કમિટીઓ દ્વારા જુમ્માની નમાઝ ઘરે જ અદા કરવા માટે સૂચના આપવામાં આવી છે.

ભરૂચ શહેરની વિવિધ મસ્જીદો તેમજ ગ્રામ્ય વિસ્તારની મસ્જીદો-દરગાહોમાં જુમ્માની નમાજ પઢવામાં નહીં આવે તેવા બોર્ડ લગાવામાં આવ્યાં છે. આ ઉપરાંત નમાજ ઘરમાંથી પઢવા માટે મસ્જીદમાંથી એલાન પણ કરવામાં આવ્યું છે.

ભરૂચમાં નમાજ અંગે સોશિયલ મીડિયામાં ફેક મેસેજ વાયરલ થયો હતો

કોરોનાની ચેઇન તોડવા સમજદારી

_photocaption_ભરૂચમાં જૂમ્માની નમાઝ મસ્જિદમાં રદ કરાતાં મુસ્લિમ બિરાદરોએ ઘરોમાં જ દૂઆ અદા કરી હતી. તો ઘરમાં નમાઝ પઢતાં સોશિયલ ડિસ્ટસિંગનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. } રાજેશ પેઈન્ટર*photocaption*
અન્ય સમાચારો પણ છે...